રૂબીના દિલાઈક વિશે સમાચાર સામે આવ્યા છે કે તે મા બની ગઈ છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર અભિનેત્રી રૂબીના દિલાઈકે જોડિયા પુત્રીઓને જન્મ આપ્યો છે.

તેમના જિમ ટ્રેનરે પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી.આ પોસ્ટ શેર કર્યા બાદ જિમ ટ્રેનરે તેને ડિલીટ કરી દીધી છે 

જો કે રૂબીના દિલાઈક કે તેના પતિ અભિનવ શુક્લા દ્વારા હજુ સુધી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

વાયરલ થઈ રહેલા આ સમાચાર પર બંને સ્ટાર્સે કોઈ નિવેદન આપ્યું નથી.

આવી સ્થિતિમાં, ચાહકો હવે રૂબીના અને તેના પતિ અભિનવ શુક્લાની પુષ્ટિની રાહ જોઈ રહ્યા છે.

રૂબીના અને અભિનવે વર્ષ 2018માં શિમલામાં લગ્ન કર્યા હતા. 

રૂબીના દિલાઈક અને અભિનવ શુક્લા એ બિગ બોસ 14માં કપલ તરીકે ભાગ લીધો હતો.