ગઈકાલે ભોજપુરી અભિનેતા બ્રિજેશ ત્રિપાઠી નું 72 વર્ષ ની વયે નિધન થયું હતું. 

અભિનેતા નું નિધન હાર્ટ એટેક આવવા ને કારણે થયું હતું. 

મીડિયા રિપોર્ટ મુજબ બ્રિજેશ ત્રિપાઠી ને બે અઠવાડિયા પહેલા ડેન્ગ્યુ થયો હતો, જેના માટે તેને મેરઠની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 

હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ અભિનેતાને મુંબઈ લાવવામાં આવ્યા હતા, પરંતુ તમેને હાર્ટ એટેક આવતા તેમને  તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

હોસ્પિટલમાં લઈ જતી વખતે અભિનેતાનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ અભિનેતા ને મૃત જાહેર કર્યો હતો. 

બ્રિજેશ ત્રિપાઠી એ 1979માં ફિલ્મ 'સૈયા તોહરે કરણ'થી ડેબ્યૂ કર્યું હતું. તેમની પ્રથમ હિન્દી ફિલ્મ 1980માં આવેલી 'ટેક્સી ચોર' હતી. ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા તેઓ બોલિવૂડનો હિસ્સો હતા 

બ્રિજેશ ત્રિપાઠી 'નો એન્ટ્રી', 'ઓમ', 'ગુપ્ત ધ હિડન ટ્રુથ', 'મોહરા', સહિત અન્ય ઘણી  ફિલ્મોનો ભાગ રહી ચુક્યા છે 

બ્રિજેશ ત્રિપાઠીએ અજય દેવગન, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, રજનીકાંત, ધર્મેન્દ્ર અને વિનોદ ખન્ના જેવા કલાકારો સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી હતી