ગોવિંદા ના જીવનમાં ગમે તેટલો સંઘર્ષ હોય, પરંતુ તે પોતાની મહેનત, ક્ષમતા અને લોકોના પ્રેમના આધારે હીરો નંબર વન રહ્યો છે.
ગોવિંદા એ ત્રણ દાયકાથી વધુ સમય સુધી બોલિવૂડ પર રાજ કર્યું. આવી સ્થિતિમાં ગોવિંદા આજે એક મોટા સ્ટારડમ અને ફેમ નો માલિક છે
રિપોર્ટ્સ અનુસાર, ગોવિંદાની નેટ વર્થ લગભગ 170 કરોડ રૂપિયા છે. અભિનેતા ફિલ્મોથી દૂર રહીને પણ કરોડોની કમાણી કરે છે.
ગોવિંદા જાહેરાત માંથી જ દર વર્ષે 16 કરોડ રૂપિયાની કમાણી કરે છે. ગોવિંદાની મુંબઈમાં લક્ઝરી પ્રોપર્ટી છે. મુંબઈ અને તેની આસપાસ તેના 3 બંગલા છે.
ગોવિંદા તેના પરિવાર સાથે તેના જુહુમાં આવેલા બંગલામાં રહે છે. આ આલીશાન બંગલાની કિંમત 16 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.