બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની 'ખલ્લાસ ગર્લ' ઈશા કોપીકર ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 

જો રિપોર્ટ્સનું માનીએ તો ઈશા કોપીકર પતિ ટીમી નારંગથી અલગ થઈ ગઈ છે.

લગ્ન ના 14 વર્ષ બાદ કપલે છૂટાછેડા લઇ લીધા છે.  

રિપોર્ટ્સ અનુસાર ઈશા અને ટીમીએ નવેમ્બરમાં જ ડિવોર્સ લઈ લીધા હતા.

ત્યારબાદ અભિનેત્રીએ તેની 9 વર્ષની પુત્રી સાથે ટીમીનું ઘર છોડી દીધું હતું.

જો કે અભિનેત્રી તરફથી હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ મળી નથી, પરંતુ એક મીડિયા પોર્ટલ સાથેની વાતચીતમાં ઈશાએ ચોક્કસપણે કહ્યું છે કે તે અત્યારે આ અંગે કંઈપણ કહેવાની સ્થિતિમાં નથી. 

રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ટીમી અને ઈશા વચ્ચે સુસંગતતાની સમસ્યા હતી, જેના કારણે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે.

તમને જણાવી દઈએ કે ઈશાએ હોટેલિયર ટીમી નારંગ સાથે 29 નવેમ્બર 2009ના રોજ લગ્ન કર્યા હતા.