બોલિવૂડ અભિનેતા અજય દેવગને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના પરિવાર સાથેની થ્રોબેક તસવીરો શેર કરી છે. 

આ તસવીરોમાં અજય દેવગનનો આખો પરિવાર મસ્તી કરતો જોવા મળે છે.

અજય દેવગને તેના પરિવાર સાથે ની સૌથી ખાસ પળો તેના ફેન્સ સાથે શેર કરી છે.

આ તસવીરો સાથે અજય દેવગેન કેપશન માં લખ્યું, 'ગેલેરીમાં શોધ કરી અને આ રત્નો મળ્યા... પરંપરાઓ, પ્રિયજનો અને હૂંફને સલામ

જે હંમેશા રજાઓ દરમિયાન આપણા હૃદયને ભરી દે છે!! આ નવા વર્ષમાં તમારા બધા માટે આવા જાદુ માટે શુભેચ્છાઓ.’

તમને જણાવી દઈએ કે, અજય દેવગણ અને કાજોલે વર્ષ 1999 માં લગ્ન કર્યા હતા. 

વર્ષ 2003 માં કાજોલે દીકરી નિસા ને જન્મ આપ્યો હતો અને વર્ષ 2010 માં દંપતી એ પુત્ર યુગ નું સ્વાગત કર્યું હતું.

અજય દેવગન તેની ફેમિલી સાથે અવારનવાર વેકેશન પર જતો હોય છે.