ગળા અને છાતીમાં કફ જમા થવાની તકલીફ છે? તો બચવા આ ઘરેલૂ ઉપાય કરો!! ( ભાગ - ૪ )
છાતીમાં જમા થયેલો કફ કેમેય કરી બહાર નીકળતો ન હોય અને
અને ખૂબ તકલીફ થતી હોય, જીવન-મરણનો પ્રશ્ર્ન ઉપસ્થિત થયો હોય તો
દર અડધા કલાકે રુદ્રાક્ષ પાણીમાં ઘસી
મધમાં મેળવી ચાટતા રહેવાથી
ઉલચી થઇ કફ બહાર નીકળી જાય છે અને રાહત થાય છે.
સતત ચાલુ રહેતી ઉધરસમાં કોકો પીવાથી ફાયદો થાય છે.
કોકોમાં થ્રીઓબ્રોમાઇન નામનું તત્વ હોય છે. જે કફ દૂર કરે છે.
રોજ સવારે અને રાત્રે નાગરવેલના એક પાન પર
સાત તુલસીના પાન, ચણાના દાણા જેવડા આદુના સાત ટુકડા, ત્રણ કાળા મરી
ચણાના દાણા જેવડાં આઠ થી દસ હળદરના ટુકડા અને આ બધા પર
દોઢ ચમચી જેટલું મધ મૂકી બીડું વાળી ધીમે ધીમે
ખૂબ ચાવીને ખાવાથી 10-15 દિવસમાં કફ મટે છે.
ફેંફસામાં જામી ગયેલો કફ નીકળતો ન હોય
તો જેઠીમધ(મૂલેઠી) અને આમળાનું સમાન ભાગે બનાવેલું ચૂર્ણ 1-1 ચમચી
સવાર-સાંજ પાણી સાથે લેવાથી થોડા દિવસોમાં
કફ નીકળી જઇ ફેંફસા સ્વચ્છ થાય છે.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
ગળા અને છાતીમાં કફ જમા થવાની તકલીફ છે? તો બચવા આ ઘરેલૂ ઉપાય કરો!! ( ભાગ - ૩ )
Read More