આમિર ખાન ની દીકરી ઇરા ખાન અને નૂપુર શિખરે લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે 

પાંચ દિવસ સુધી લગ્નની વિધિઓ ચાલ્યા બાદ બંનેએ 10 જાન્યુઆરીએ ઉદયપુર માં ક્રિશ્ચ્યન રીતરિવાજ મુજબ  લગ્ન કરી લીધા હતા.

ઉદયપુરમાં લગ્ન બાદ ઇરાઅને નૂપુરના લગ્નનું રિસેપ્શન 13મી જાન્યુઆરીએ યોજાવા જઈ રહ્યું છે જે ખૂબ જ ભવ્ય હશે. 

મીડિયા રિપોર્ટ મુજબ આ રિસેપ્શન અંબાણીના NMACC ગ્રાઉન્ડમાં યોજાશે. જ્યાં 2500થી વધુ લોકો આવવાના છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમિર ખાને આગામી ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન માટે ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ લોકોને આમંત્રિત કર્યા છે.

રિપોર્ટ મુજબ શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન, અંબાણી પરિવાર, કપૂર, ભટ્ટ, દેઓલ બધા ને આમંત્રણ આપવામાં આવ્યું છે.

રિસેપ્શનમાં મહેમાનો માટે મેનુમાં લગભગ 9 પ્રકારની વાનગીઓ હશે. જેમાં ગુજરાતીથી લઈને લખનૌવી,મહારાષ્ટ્રીયન ફૂડ આ યાદીમાં સામેલ થવાના છે. 

ભવ્ય મિજબાની ઉપરાંત, આમિર ખાને લાઇવ મ્યુઝિક અને લાઇવ પાર્ટી વાઇબ્સની પણ વ્યવસ્થા કરી છે