ફિલ્મ 'ખો ગયે હમ કહાં'માં બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને આદર્શ ગૌરવ આ દિવસોમાં ફિલ્મની સફળતાનો આનંદ માણી રહ્યા છે.

ફિલ્મ ની સફળતાની ઉજવણી કરવા માટે, મુંબઈમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, 

આ કાર્યક્રમ માં ફિલ્મ ના મુખ્ય કલાકારો, નિર્માતાઓ અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકોએ હાજરી આપી હતી.

ફિલ્મ 'ખો ગયે હમ કહાં' ની સક્સેસ પાર્ટીમાં અનન્યા પાંડે બ્લુ લાઇનિંગ સાથેના સ્ટાઇલિશ મિની ડ્રેસમાં જોવા મળી હતી.

આ દરમિયાન સિદ્ધાંત ચતુર્વેદી અને આદર્શ ગૌરવ પણ ખૂબ જ હેન્ડસમ જોવા મળ્યા હતા.

ફિલ્મની ટીમ સાથે ત્રણેય સ્ટાર્સે મીડિયા સામે ઘણી પોઝ આપ્યા હતા 

તમને જણાવી દઈએ કે ફિલ્મ 'ખો ગયે હમ કહાં' નેટફ્લિક્સ પર 26 ડિસેમ્બર 2023ના રોજ રિલીઝ કરવામાં આવી હતી..