સુનિલ શેટ્ટી અને તેના દીકરા અહાન શેટ્ટી એ ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા અને ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો
ભગવાન મહાકાલની ભસ્મ આરતીમાં હાજરી આપ્યા બાદ સુનિલ શેટ્ટી એ મંદિર સમિતિની વ્યવસ્થાની પણ પ્રશંસા કરી હતી
સુનીલ શેટ્ટીએ કહ્યું કે, 'તેમણે ભસ્મ આરતીમાં ભાગ લઈને અદ્ભુત આનંદ અનુભવ્યો. તેઓ ભસ્મ આરતીને શબ્દોમાં વર્ણવી શકતા નથી
સુનિલ શેટ્ટી એ જણાવ્યું,‘જ્યારે આંખોમાંથી આંસુ નીકળે છે અને આરતી દરમિયાન આખું શરીર કંપવા લાગે છે, ત્યારે વ્યક્તિને લાગે છે કે ભગવાન શિવ રૂબરૂ હાજર છે. ભગવાન મહાકાલની આરતીએ રૂંવાડા ઉભા કરી દીધા .’
સુનીલ શેટ્ટી શિવભક્ત તરીકે ઓળખાય છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેમની પુત્રી આથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય કેએલ રાહુલે બાબા મહાકાલના દર્શન કર્યા હતા