31 જાન્યુઆરી, 1975ના રોજ હિમાચલ પ્રદેશના શિમલામાં જન્મેલી બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા આજે તેનો 49મો જન્મદિવસ ઉજવી રહી છે.
પ્રીતિ ઝિન્ટા તેના મિત્રની પાર્ટીમાં એક ડિરેક્ટરને મળી, જેણે તેને ચોકલેટ કોમર્શિયલમાં કામ કરવાની તક આપી. તેણે ઘણી જાહેરાતોમાં કામ કર્યું.
બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાએ શાહરૂખ ખાનની ફિલ્મ દિલ સેથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા કેમિયો કેરેક્ટરમાં જોવા મળી હતી
પ્રીતિ એ 'કલ હો ના હો', 'કભી અલવિદા ના કહેના', 'કોઈ મિલ ગયા', 'સલામ નમસ્તે', 'વીર ઝારા' સહિત ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે.
છેલ્લા કેટલાક સમયથી તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે અને તે હવે અમેરિકામાં સ્થાયી છે જ્યાં તે તેના પતિ જીન ગુડનફ સાથે રહે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રીતિ ઝિન્ટાની કુલ સંપત્તિ 183 કરોડ રૂપિયા છે. અભિનેત્રી હોવા ઉપરાંત પ્રીતિ એક સફળ બિઝનેસવુમન પણ છે.
IPLમાં ક્રિકેટ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબની સહ-માલિક હોવા ઉપરાંત, પ્રીતિ ઝિન્ટા નિર્માતા પણ છે. આ સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ કરે છે.