બોલિવૂડ એક્ટર પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાની સગાઈની અટકળો ચાલી રહી છે. 

મીડિયા રિપોર્ટ મુજબ પુલકિત સમ્રાટે લગભગ 4 વર્ષ સુધી ડેટ કર્યા બાદ અભિનેત્રી કૃતિ ખરબંદા સાથે સગાઈ કરી લીધી છે.

પુલકિત અને કૃતિની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

કપલની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ રિંગને ફ્લોન્ટ કરતા જોવા મળી રહ્યા છે.

જો કે, હજુ સુધી બંનેએ સગાઈ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ આપી નથી. 

મીડિયા રિપોર્ટ મુજબ પુલકિત અને કૃતિ ની સગાઈ તેમના મિત્રના ઘરે થઈ હતી

પુલકિત અને કૃતિએ 'વીરે દી વેડિંગ' અને 'પાગલપંતી' સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.તેમની લવ સ્ટોરી એક ફિલ્મના સેટ પર શરૂ થઈ હતી.

તમને જણાવી દઈએ કે પુલકિતના લગ્ન 2014માં સલમાન ખાનની માનેલી બહેન શ્વેતા રોહિરા સાથે થયા હતા. ત્યારબાદ બંને ના છૂટાછેડા પણ થઇ ગયા.