જેકી શ્રોફનો જન્મ 1 ફેબ્રુઆરી 1957ના રોજ મુંબઈના વાલકેશ્વરના તીન બત્તી વિસ્તારમાં થયો હતો.

જેકી શ્રોફ નું  સાચું નામ જયકિશન કાકુભાઈ શ્રોફ છે તેમનું બાળપણ મુંબઈની એક ચાલમાં વીત્યું હતું. 

જેકી હંમેશા તેની ચાલના લોકોને મદદ કરતો હતો અને તેથી જ તેને 'જગ્ગુ દાદા' નામ આપવામાં આવ્યું હતું. ચાલમાં બધા તેને આ નામથી બોલાવતા.

ગરીબીને કારણે જેકી શ્રોફે 11મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો અને નોકરી શોધવા લાગ્યો. 

જેકી ને રસોઈ બનાવવાનો ખૂબ જ શોખ હતો, તેથી તે નોકરી માટે તાજ હોટલમાં ગયો, પરંતુ ત્યાં તેને નોકરી ન મળી.

જેકીએ વર્ષ 1973માં ફિલ્મ હીરા પન્નાથી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આમાં તેની નકારાત્મક ભૂમિકા હતી.

સુભાષ ઘાઈની ફિલ્મ હીરો પછી જેકી શ્રોફનું નસીબ બદલાઈ ગયું. આ પછી જેકી શ્રોફે પાછળ વળી ને કદી જોયું નહોતું . 

જેકી શ્રોફે 1987માં આયેશા સાથે લવ મેરેજ કર્યા હતા. તેમને બે બાળકો ટાઈગર શ્રોફ અને ક્રિષ્ના શ્રોફ છે.