મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની 21 ફેબ્રુઆરી 2024ના રોજ ગોવામાં લગ્ન કરવા જઈ રહ્યા છે.
કપલ ના નજીકના એક સૂત્રએ જણાવ્યું કે બંને લગ્ન પહેલા મિડલ ઇસ્ટ માં કરવાના હતા પરંતુ પીએમ મોદીની અપીલને કારણે તેમને ભારત પસંદ કર્યું.
જેકી અને રકુલે મિડલ ઈસ્ટમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો અને આ માટે લગભગ 6 મહિના સુધી તમામ તૈયારીઓ કરી હતી.
પરંતુ પીએમ મોદીએ ડિસેમ્બરમાં લોકો ભારતને તેમના વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પસંદ કરવાની વાત કરી ત્યાર બાદ રકુલ અને જેકીએ પણ તેમના દેશમાં લગ્ન કરવાનું નક્કી કર્યું.
તમને જણાવી દઈએ કે રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ વર્ષ 2021માં ફેન્સની સામે પોતાના સંબંધો ને ઓફિશિયલ કર્યા હતા.