ટીવી અભિનેત્રી સુરભી ચંદના તેના બોયફ્રેન્ડ કરણ આર શર્મા સાથે ટૂંક સમયમાં લગ્ન કરવાની છે. 

આ દરમિયાન અભિનેત્રી સુરભી ચંદનાએ તેના મંગેતર સાથે બ્રાઇડલ ફોટોશૂટ કરાવ્યું છે. 

આ ફોટોશૂટ ની તસવીરો સુરભી એ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 

આ તસવીરો માં સુરભી સફેદ ગાઉન માં ખુબજ સુંદર જોવા મળી હતી

તેમજ તેનો મંગેતર કરણ આર શર્મા ક્રીમ સૂટમાં હેન્ડસમ લાગતો હતો. 

આ દરમિયાન બંને એ રોમેન્ટિક અંદાજ માં કેમરા સામે પોઝ આપ્યા હતા. 

મીડિયા રિપોર્ટ મુજબ કપલ ના લગ્ન 1-2 માર્ચના રોજ ઉદયપુર માં થશે. 

સુરભી ચંદના ની આ તસવીરો જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તે ક્રિશ્ચિયન રીતી રીવાજ મુજબ લગ્ન કરવા જઈ રહી છે.