લતાજીએ મરાઠી મ્યુઝિકલ ડ્રામામાં કામ કર્યું હતું. માત્ર 14 વર્ષની ઉંમરે તેમણે મોટા કાર્યક્રમો અને નાટકોમાં અભિનય કરવાનું શરૂ કર્યું..
આ પછી લતા મંગેશકરે ફિલ્મોમાં ગીતો ગાવાનું શરૂ કર્યું. તેમની કારકિર્દીમાં, લતાજીએ એકલા હિન્દી ભાષામાં 1,000 થી વધુ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે.
વર્ષ 1989માં લતાજીને પદ્મ વિભૂષણ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. લતાજીને વર્ષ 2001માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાઝવામાં આવ્યા હતા.
લતા મંગેશકરે છેલ્લે આમિર ખાનની ફિલ્મ રંગ દે બસંતીમાં પોતાનો અવાજ આપ્યો હતો. તેણે ફિલ્મનું ક્લાસિક ગીત 'લુકા ચુપ્પી' ગાયું હતું.