Site icon

Agriculture News : ગુજરાત સરકાર રૂા.૨૪૨૫ પ્રતિ ક્વિન્ટલ લઘુતમ ટેકાના ભાવે કરી રહી છે ઘઉંની ખરીદી, ખેડૂતોને આ તારીખ સુધીમાં નોંધણી કરવા અનુરોધ ..

Agriculture News : રાજય સરકાર દ્વારા ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. દ્વારા ખેડુતો પાસેથી ટેકાના ભાવે સીધી ખરીદી કરવામાં આવી રહી છે.

Agriculture News Government Will Purchase Wheat At Rs. 2425 Per Quintal, Register By April 5

Agriculture News Government Will Purchase Wheat At Rs. 2425 Per Quintal, Register By April 5

  News Continuous Bureau | Mumbai

Agriculture News :  

Join Our WhatsApp Community

ખેડૂતોને પોતાની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા ભારત સરકાર દ્વારા લધુતમ ટેકાનો ભાવ લઘુતમ ટેકાના ભાવ રૂા.૨૪૨૫ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. રાજય સરકાર દ્વારા ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. દ્વારા ખેડુતો પાસેથી ટેકાના ભાવે સીધી ખરીદી કરવામાં આવી રહી છે.

          લધુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડુતોએ તા.૫મી એપ્રિલ સુધીમાં ઓનલાઈન નોંધણી વી.સી.એલ. મારફતે કરવાની રહેશે. ખેડૂત ખાતેદારોની બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે. ગ્રામ્ય કક્ષાએથી ઓનલાઈન નોંધણી માટે ખેડૂત મિત્રોએ આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, ૭/૧૨, ૮/અ તેમજ પાક વાવણી અંગેની એન્ટ્રી “૭/૧૨ કે ૮/અ”માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની બેંક પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

આ સમાચાર પણ વાંચો  : Drug-free India : સુરતમાં નશામુકત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનુની માર્ગદર્શન શિબિર યોજાઈઃ

           ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર –  ૮૫૧૧૧ ૭૧૭૧૮ તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯ ઉપર ખેડૂતોએ સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા મેનેજર અને જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Debt waiver announcement: ખેડૂતોને મોટી ભેટ: રાજ્ય સરકાર દ્વારા આ તારીખ સુધી દેવા માફીની જાહેરાત, બચ્ચુ કડુએ આપી ખુશખબરી
Farmers’ movement: નાગપુરમાં તંગદિલી: દેવા માફી મુદ્દે ખેડૂતો રસ્તા પર, રેલવે વ્યવહાર ખોરવવાની ધમકીથી મોટું સંકટ
Natural Vegetables: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૦ :સુરત જિલ્લો
PM Kisan Samman Nidhi update : પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૧મો હપ્તો મેળવવા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી) ફરજિયાત
Exit mobile version