Site icon

Agriculture News : બાગાયત ખાતાની નર્સરી ખાતેથી કલમ, રોપા, ધરૂ જેવી પ્લાન્ટીંગ મટીરીયલ્સ ખરીદીને સહાય મેળવવા અનુરોધઃ

Agriculture News : અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના ૭૫ % અથવા મહત્તમ રૂ.૭૫૦૦ સુધીની સહાય મળશે. આ સહાય વર્ષમાં માત્ર એક જ વખત મળી શકશે.

Natural farming New initiative by Nandanvan Gaushala for natural farming, pure farming done with Jyoti Kit in Mahuva

Natural farming New initiative by Nandanvan Gaushala for natural farming, pure farming done with Jyoti Kit in Mahuva

News Continuous Bureau | Mumbai

Agriculture News :  વર્તમાન વર્ષ ૨૦૨૫-૨૬ માટે સુરત જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે બાગાયત ખાતા દ્વારા “બાગાયત ખાતાની નર્સરી અને સેન્ટર ઓફ એક્સેલેન્સ ખાતે ઉત્પાદિત પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં એટસોર્સ સહાય આપવાનો કાર્યક્રમ” શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ખેડૂતોએ બાગાયત ખાતાની નર્સરી કે સેન્ટર ઓફ એક્સેલેન્સ ખાતેના કલમ, રોપા, ધરૂ કે અન્ય પ્લાન્ટીંગ મટીરીયલ્સ ખરીદવાના રહેશે. ખેડૂતોએ જે ખરીદી કરવી હોય તે નક્કી કરાયેલ દર મુજબ થશે અને તેમાં કુલ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ.૫૦૦૦ સુધીની સહાય સામાન્ય જાતિના ખેડૂતોને મળશે. જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના ૭૫ % અથવા મહત્તમ રૂ.૭૫૦૦ સુધીની સહાય મળશે. આ સહાય વર્ષમાં માત્ર એક જ વખત મળી શકશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Gold Price Today: સોનાની ચમક પડી ફીકી, સસ્તું થયું સોનું! આટલા ટકા ઘટી ગયો સોનાનો ભાવ, જાણો લેટેસ્ટ કિંમત

લાભ લેવા ઇચ્છુક ખેડૂતોએ બાગાયત ખાતાની નર્સરી કે સેન્ટર ઓફ એક્સેલેન્સથી ફોર્મ મેળવીને સાથે ૭/૧૨ અને ૮-અનાં નકલ, આધાર કાર્ડ અથવા રાશનકાર્ડ, ફોટોગ્રાફવાળું ઓળખપત્ર, SC/STનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો) તથા દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો) જેવા જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે.

વધુ માહિતી માટે ખેડૂતોએ નાયબ બાગાયત નિયામક કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઈન્સ, સુરત ખાતે સંપર્ક કરવો અથવા ફોન નંબર ૦૨૬૧-૨૬૫૫૯૪૮ પર સંપર્ક સાધવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Debt waiver announcement: ખેડૂતોને મોટી ભેટ: રાજ્ય સરકાર દ્વારા આ તારીખ સુધી દેવા માફીની જાહેરાત, બચ્ચુ કડુએ આપી ખુશખબરી
Farmers’ movement: નાગપુરમાં તંગદિલી: દેવા માફી મુદ્દે ખેડૂતો રસ્તા પર, રેલવે વ્યવહાર ખોરવવાની ધમકીથી મોટું સંકટ
Natural Vegetables: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૦ :સુરત જિલ્લો
PM Kisan Samman Nidhi update : પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૧મો હપ્તો મેળવવા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી) ફરજિયાત
Exit mobile version