News Continuous Bureau | Mumbai
Ikhedut Portal : રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ તા.૨૪/૦૪/૨૦૨૫ થી તા.૧૫/૦૫/૨૦૨૫ સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે. અરજી કરતાં પહેલા ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે. ત્યારબાદ લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે. પોર્ટલ પર અરજી સમય મર્યાદા પુર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા-તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે. તેમજ અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે, જે મુજબ લક્ષ્યાંકની મર્યાદામાં પુર્વમંજુરી આપવામાં આવશે. જેથી અરજી કરવા પોર્ટલ ૨૨ દિવસ સુધી ખુલ્લું રહેશે. ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડૂત મિત્રોએ આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો: Bihar Rail Network : બિહારને ચાર નવી ટ્રેનોની સૌગાત, પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આપી ટ્રેનોને લીલી ઝંડી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.