Site icon

Morbi Pomegranate Production: મોરબીના દાડમ હવે વિશ્વ પ્રખ્યાત, આ ખેડૂતપુત્રોએ દાડમ વાવીને કરી મબલક કમાણી..

Morbi Pomegranate Production: દિવાલ –ઘડીયાળ અને સિરામીક ઉદ્યોગના કારણે પ્રખ્યાત મોરબી જિલ્લો હવે કૃષિક્ષેત્રે પણ કાઠું કાઢી રહ્યો છે. ખાસ કરીને બાગાયત ખેતીમાં. મોરબી જિલ્લાના ધરતીપુત્રો દાડમનું મબલક ઉત્પાદન લઈ સમૃદ્ધિના શિખરો સર કરી રહ્યા છે. ચાલો, જોઈએ આ પરિવર્તનની ઝલક.

Morbi Pomegranate Production Morbi's pomegranates are now world famous, these farmers' sons have earned a lot of money by planting pomegranates.

Morbi Pomegranate Production Morbi's pomegranates are now world famous, these farmers' sons have earned a lot of money by planting pomegranates.

 News Continuous Bureau | Mumbai

Morbi Pomegranate Production:  ઔદ્યોગિક વિકાસમાં હરણફાળ ભરતો મોરબી જિલ્લો હવે દાડમના ઉત્પાદનમાં પણ આગેકૂચ કરી રહ્યો છે. જિલ્લામાં દાડમનું વાર્ષિક ટર્નઓવર રૂ. 100 કરોડને આંબી ચૂક્યું છે. મોરબીના હળવદ તાલુકામાં હાલ પાંચ ખાનગી ફ્રુટ માર્કેટ યાર્ડ કાર્યરત છે, જ્યાં વરસે દહાડે અંદાજે 5 હજાર ટન દાડમની આવક થાય છે.

Join Our WhatsApp Community

 

 દાડમના વાવેતરને પ્રોત્સાહન માટે સરકાર સહાય પણ કરે છે. આ પાકમાં રોપાના વાવેતર માટે ખર્ચના ૪૦% અને મીની ટ્રેક્ટર માટે રૂ. ૫૦ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત દવા છંટકાવ માટેના સ્પ્રેયર પંપ અને ડ્રીપ ઇરીગેશન માટે પણ સરકારનો આર્થિક ટેકો મળી રહે છે. મોરબીમાં ગયા વર્ષે ફળપાકના વાવેતર માટે ખેડૂતોને રૂ.૧૪૫ લાખ તથા અન્ય મુખ્ય ઘટકોમાં રૂ.૧૨૫ લાખની સરકારી સહાય ચૂકવવામાં આવી.

આ સમાચાર પણ વાંચો :  Nehru Yuva Kendra: સુરત ખાતે નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા કાશ્મીરી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ

 

Morbi Pomegranate Production: મોરબીના હળવદ પંથકના દાડમની ભારત ઉપરાંત દુબઈ, મલેશિયા, બાંગ્લાદેશ, નેપાળ સહિતના દેશોમાં માંગ છે, તેથી આ પાકના વાવેતર માટે ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળે છે.

 

ગુજરાત સરકાર રાજ્યમાં બાગાયતી પાકોનું વાવેતર વધારવા માટે વિવિધ પાકોમાં સહાય આપે છે. ત્યારે મોરબી જિલ્લાએ રાજ્ય સરકારના સહયોગથી દાડમની ખેતીમાં સિમાચિહ્નરુપ કામ કર્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Debt waiver announcement: ખેડૂતોને મોટી ભેટ: રાજ્ય સરકાર દ્વારા આ તારીખ સુધી દેવા માફીની જાહેરાત, બચ્ચુ કડુએ આપી ખુશખબરી
Farmers’ movement: નાગપુરમાં તંગદિલી: દેવા માફી મુદ્દે ખેડૂતો રસ્તા પર, રેલવે વ્યવહાર ખોરવવાની ધમકીથી મોટું સંકટ
Natural Vegetables: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૦ :સુરત જિલ્લો
PM Kisan Samman Nidhi update : પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૧મો હપ્તો મેળવવા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી) ફરજિયાત
Exit mobile version