News Continuous Bureau | Mumbai
Organic Farming: પ્રાકૃતિક કૃષિ વિવિધ પદ્ધતિથી કરવામાં આવે છે, જેમાં જીવામૃત અને ઘન જીવામૃત ઉપરાંત ખેતરમાં આચ્છાદન (મલ્ચીંગ) પણ કરવામાં આવે છે. જેના અદ્ભુત અને ઉત્સાહજનક પરિણામ મળે છે. જેટલી જમીનને ઢાંકીને રાખશો, તેટલો જ તેનો સેન્દ્રિય કાર્બન વધશે. તેથી પાકના અવશેષોને ખેતરમાં સળગાવવા ના જોઈએ. તેનાથી પ્રદૂષણ તો વધે જ છે સાથે સાથે ખેડૂત માટે ઉપયોગી તેવા મિત્ર કીટકો પણ નાશ પામે છે. તેથી આ પાક અવશેષોને આચ્છાદનના ( Mulching ) રૂપમાં જમીનને ઢાંકવા માટે વાપરવા જોઈએ. આ આચ્છાદનના ઘણા બધા ફાયદાઓ છે ચાલો વિસ્તારથી જાણીએ..

Organic Farming Know the exciting results and benefits of mulching in organic agriculture
જ્યારે ધરતીનું તાપમાન ૩૫ ડિગ્રી કે તેનાથી વધી જાય છે, ત્યારે જમીનનો સેન્દ્રિય કાર્બન હવામાં ઉડવાનો શરૂ થઈ જાય છે, જે વાતાવરણમાં જઈને વાયુ પ્રદુષણ કરે છે. તેનાથી ગ્લોબલ વોર્મિંગ વધે છે. જો આપણે જમીનને ઢાંકીને રાખીશું તો તેનો સેન્દ્રિય કાર્બન ઊડશે નહીં, પરંતુ જમીનની ઉત્પાદન શક્તિ (ફળદ્રુપતા) વધારશે. ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવામાં આ કૃષિ ( organic agriculture ) પદ્ધતિ ખૂબ ઉપયોગી બની રહી છે.
આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિમાં ( Farming ) ભેજ અતિ મહત્વનું છે. ભેજ વિશે વાત કરીએ તો માટીના બે કણોની વચ્ચે ૫૦% ભેજ અને ૫૦% વાયુ હોય છે. જો આપણે ખેતરમાં આચ્છાદન કરીશું તો તેનીથી વાપ્સા તેમજ હ્યુમસ નિર્માણ થાય છે. એક કિલો હ્યુમસ વાતાવરણમાંથી પથી ૬ લીટર પાણીને ખેંચીને છોડને ભેજના રૂપમાં આપે છે. અને ખાસ કરીને છોડને પાણી નહીં પરંતુ ભેજની જરૂર હોય છે. આ આચ્છાદનથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે, આથી ૫૦% પાણીની પણ બચત થાય છે.
Organic Farming Know the exciting results and benefits of mulching in organic agriculture
પ્રાકૃતિક કૃષિમાં ( Organic Farming Mulching ) જીવાણુઓ ખૂબ મહત્વપૂર્ણ કામગીરી કરે છે. તેઓ પોતાના ભોજનનાં રૂપમાં મલ્ચીંગમાંથી ખોરાક મેળવે છે. અને તેમાથી હ્યુમસનું નિર્માણ કરે છે. જે પાક માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. ખેતરમાં નિંદામણનું નિયંત્રણ કરવા માટે ખૂબ જ મજૂરની જરૂર પડતી હોય છે. પરંતુ જો ખેતરને આચ્છાદનથી ઢાંકી દેવામાં આવે તો ખેતી પાકમાં નિંદામણનું નિયંત્રણ થઈ જાય છે.
આ સમાચાર પણ વાંચો : Anemia: ‘સિદ્ધ’ દવાઓનું મિશ્રણ કિશોરવયની છોકરીઓમાં એનિમિયાને ઘટાડે છે, IJTKના અભ્યાસએ કર્યો દાવો
અળસિયાઓ ખેતરમાં ફક્ત રાત્રીના અંધારામાં જ કામ કરે છે, કારણ કે દિવસના પક્ષીઓ તેનો શિકાર કરે છે. તેથી તે ડરીને ઉપર આવતા નથી. જો ખેડૂત ખેતરમાં આચ્છાદન કરે તો આ અળસિયા આચ્છાદનથી થતા અંધારામાં દિવસ રાત કામ કરે છે. તે ખેડૂતની જમીનમાં ઓક્સિજનનું સંચરણ પણ કરે છે, ખાતર પણ તૈયાર કરે છે. અને અળસિયા દ્વારા બનાવવામાં આવેલાં અનેક છિદ્રો દ્વારા વરસાદનું પાણી જમીનમાં નીચે ઊતરી જાય છે, તેથી જમીનનું ભૂગર્ભ જળસ્તર ઉપર આવે છે. તેનાથી જમીનમાં ભેજ બની રહે છે, અને સખત ગરમીમાં પણ છોડ સુકાતા નથી. આમ, મલ્ચીંગથી અઢળક ફાયદાઓ થાય છે.
Organic Farming Know the exciting results and benefits of mulching in organic agriculture
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.