Site icon

PM-KUSUM – Revolutionize Agriculture : ખેડૂતોની મોટી મુશ્કેલીનો હલ, ગુજરાતના ધરતીપુત્રો સોલાર પંપના સહારે કરી રહ્યા છે સિંચાઈ

PM-KUSUM - Revolutionize Agriculture :સિંચાઈ માટે પૂરતી વીજળી ન મળતા, પાક ઉત્પાદન અને આવક પર અસર પડતી હતી. પરંતુ હવે PM-KUSUM યોજના હેઠળ સોલાર પંપ લગાવવાથી ખેડૂતો દિવસ દરમિયાન પોતાના સમયે આરામથી ખેતી કરી શકે છે.

PM-KUSUM - Revolutionize Agriculture PM-KUSUM Empowering Farmers with Solar Energy

PM-KUSUM - Revolutionize Agriculture PM-KUSUM Empowering Farmers with Solar Energy

News Continuous Bureau | Mumbai

PM-KUSUM – Revolutionize Agriculture : ગુજરાતના ધરતીપુત્રો માટે સૂરજ સહયોગી બની રહ્યો છે. PM-KUSUM યોજનાથી ગુજરાતના ખેડૂતો હવે સોલાર પંપના સહારે સિંચાઈ કરી રહ્યા છે, તે પણ વીજબીલની ચિંતા વગર.  ચાલો, જાણીએ કેવી રીતે PM-KUSUM યોજનાથી ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે.

Join Our WhatsApp Community

  રાજકોટ જિલ્લાના ખંભાળા ગામમાં ખેડૂતો માટે અનિયમિત વીજ પુરવઠાથી ખેડૂતો રાત્રે પણ ખેતીમાં સિંચાઇ કરવા મજબૂર હતા. સિંચાઈ માટે પૂરતી વીજળી ન મળતા, પાક ઉત્પાદન અને આવક પર અસર પડતી હતી. પરંતુ હવે PM-KUSUM યોજના હેઠળ સોલાર પંપ લગાવવાથી ખેડૂતો દિવસ દરમિયાન પોતાના સમયે આરામથી ખેતી કરી શકે છે.

 બનાસકાંઠા જિલ્લાના ખેડૂત મહાદેવભાઈ માટે પણ સોલાર પંપ ઊર્જા નો નવો સ્ત્રોત બની રહ્યો છે. મહાદેવભાઈને અગાઉ અનિયમિત વીજળી પુરવઠાને કારણે રાત્રે પાણી વાળવું પડતું હતું.જ્યારે તેમને PM-KUSUM યોજના વિશે ખબર પડી, ત્યારે તેમણે ઓનલાઈન અરજી કરી. માત્ર 3 માસ માં તેમનો સોલાર પંપ કાર્યરત થઈ ગયો. હવે, તેમનો પંપ સવારે 8:00 વાગ્યાથી સાંજ 6:00 વાગ્યા સુધી ચાલે છે, જેનાથી તેઓ દિવસ દરમિયાન આરામથી ખેતી કરી શકે છે. સૌથી મોટો ફાયદો એ છે કે લગભગ 15,000 રૂપિયા વીજળીનું બિલ આવતું હતું તે હવે શૂન્ય થઈ ગયું છે. તેમને સોલાર પેનલ પર 25 વર્ષની ગેરંટી પણ મળી છે.

આ સમાચાર પણ વાંચો: Wheat Procurement: ખેડૂતોના વ્યાપક હિત ગુજરાત સરકારનો નિર્ણય, ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા આ તારીખ સુધી લંબાવાઈ..

  આજ દિન સુધીમાં, ગુજરાતમાં 7,700 થી વધુ ખેડૂતોએ PM-KUSUM યોજના હેઠળ સોલાર પંપ લગાવ્યા છે, જેના પર સરકારે ₹218 કરોડથી વધુની સબસિડી આપી છે. નર્મદા જિલ્લામાં 5,100 સોલાર પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે. (Graphics In )જેમાં વલસાડ જિલ્લામાં 460, બનાસકાંઠામાં 450, ડાંગ માં 320 અને મહીસાગર જિલ્લામાં 260 સોલાર પંપ નો સમાવેશ થાય છે. (Graphics Out)
આમ ,’પીએમ કુસુમ’અભિયાન થકી ‘સૂરજની શક્તિ, દ્વારા ખેડૂતો સમૃદ્ધિ’ તરફ આગળ ધપી રહ્યા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Natural Vegetables: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૦ :સુરત જિલ્લો
PM Kisan Samman Nidhi update : પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૧મો હપ્તો મેળવવા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી) ફરજિયાત
Coconut Farming Gujarat: ગુજરાતના દરિયાકાંઠાના અનેક ખેડૂતો શ્રીફળનું વાવેતર કરીને શ્રીમંત બન્યા
Gujarat Agriculture: ફ્રેન્ચ ફ્રાઈસ માટે પ્રોસેસ્ડ બટાટાના ઉત્પાદનમાં અગ્રેસર છે ઉત્તર ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસમાં આ સફળતા થશે પ્રદર્શિત
Exit mobile version