Site icon

Chain Snatching : મહિલાઓ સાવધાન! મંદિરમાં ભજન ગીતમાં લીન હતી મહિલા, ચોર સોનાની ચેન લઈ ભાગી ગયો; જુઓ વિડિયો

Chain Snatching : બેંગલુરુના શંકર નગરમાંથી ચોરીનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. એક મહિલા ભક્તિ ગીત ગાઈ રહી હતી, તે દરમિયાન ચોર મહિલાની સોનાની ચેન ખેચીને ભાગી ગયો. આ ઘટના મંદિરમાં હાજર એક ભક્તના મોબાઈલ ફોનમાં કેદ થઈ ગઈ હતી. પોલીસનું કહેવું છે કે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Chain Snatching : Thief snatches gold chain from Bengaluru woman's neck while praying in temple. Video

Chain Snatching : Thief snatches gold chain from Bengaluru woman's neck while praying in temple. Video

News Continuous Bureau | Mumbai

Chain Snatching : આમ તો ભક્તો નિર્ભયપણે મંદિરોમાં જઈને ભગવાનના દર્શન કરે છે અને ભક્તિમાં લીન થઈને પૂજા કરે છે. પરંતુ ગુનેગારો તેનો ફાયદો ઉઠાવીને ચોરીને અંજામ આપે છે. તાજેતરનો કિસ્સો બેંગલુરુ, કર્ણાટકમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાની સોનાની ચેન ધોળા દિવસે ચોરાઈ ગઈ હતી.

Join Our WhatsApp Community

Chain Snatching : જુઓ વિડીયો 

 

 બેંગલુરુના શંકર નગર વિસ્તારમાં પૂજા દરમિયાન મંદિરની બારીની બહારથી ચોર એક મહિલાની સોનાની ચેઈન ચોરી ગયો હતો. આ ઘટના કથિત રીતે ગણેશ મંદિરમાં 10 ઓક્ટોબરના રોજ બની હતી અને એક સાથી ભક્ત દ્વારા તેને મોબાઈલમાં કેદ કરવામાં આવી હતી..

Chain Snatching :  અડધી ચેન લઈને ભાગી જવામાં સફળ રહ્યો ચોર 

વીડિયોમાં પર્પલ સાડી પહેરેલી એક વૃદ્ધ મહિલા બારી પાસે બેઠી છે અને અન્ય ભક્તો સાથે પ્રાર્થના કરી રહી છે. અચાનક એક વ્યક્તિએ બારી બહારથી હાથ નાખ્યો અને તેના ગળામાંથી સોનાની ચેઈન આંચકી લીધી. જોકે અહેવાલ છે કે ચોર અડધી ચેન લઈને ભાગી જવામાં સફળ રહ્યો હતો, જેનું વજન લગભગ 30 ગ્રામ હતું. ઘટના બાદ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક પોલીસે મંદિરમાંથી સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા છે અને ચોરને શોધી કાઢવા માટે સક્રિયપણે કેસની તપાસ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો: Reliance JioBharat feature phone : રિલાયન્સ જીયો એ ગ્રાહકોને આપી દિવાળીની ભેટ, બે અદ્ભુત 4G ફીચર ફોન લોન્ચ કર્યા; જાણો કિંમત..

મહત્વનું છે કે મંદિરમાં ચોરીની આ પહેલી ઘટના નથી, અગાઉ રાધા-કૃષ્ણની અષ્ટધાતુ (આઠ ધાતુની મિશ્રધાતુ) મૂર્તિ ચોરીના આઠ દિવસ બાદ 1 ઓક્ટોબરે પ્રયાગરાજના શ્રિંગવરપુરમાં ગૌ ઘાટ આશ્રમ મંદિરમાં પરત આવી હતી. ચોરે માફી પણ માંગી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jugaad Video :ભારતીયોનો ‘જુગાડુ’ દિમાગ: બાઇક માલિકે લગાવ્યો એવો લોક કે હવે ચોર પણ માથું ખંજવાળતો રહી જશે; જુઓ
   Holi Viral Video: હવે ક્યારેય નહીં રમે હોળી! છોકરીઓએ તોફાનીઓને ભણાવ્યો બરાબરનો પાઠ; જુઓ વાયરલ વિડીયો.. 
Mother Forget Child : ઘોર કલયુગ.. માતા મોબાઈલ ફોન પર વાત કરવામાં એટલી મગ્ન થઇ ગઈ કે પોતાના બાળકને જ ભૂલી ગઈ; પછી શું થયું જુઓ આ વીડિયોમાં..
Holi Santhal Tribe Tradition : હોળીના રંગમાં છુપાયેલી પરંપરા: સંથાલ આદિવાસી સમુદાયમાં રંગ છાંટવો એટલે લગ્નની ફરજ (Marriage Tradition)
Exit mobile version