Site icon

Child Rescue : મોતની યાત્રા… રમતા રમતા પાંચ વર્ષનું બાળક ટ્રેનના પૈડાની વચ્ચે બેસી ગયુ, ખાધા-પીધા વિના કાપ્યું 100 કિમીનું અંતર.. જુઓ વીડિયો..

Child Rescue : બાળકની માતા છોડીને ચાલી ગઈ છે. તે તેના પિતા સાથે રેલવે સ્ટેશન પર ભીખ માંગે છે. આ અંગે રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, હરદોઈ રેલવે સ્ટેશન પર ચેકિંગ દરમિયાન કર્મચારીએ આ બાળકને માલગાડીના પૈડા વચ્ચે ફસાયેલો જોયો હતો. આ માહિતી હરદોઈ રેલવે પ્રોટેક્શન ફોર્સને આપવામાં આવી હતી. આરપીએફના જવાનોએ બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.

Child Rescue Helpless Kid Travels Over 100 Kms While Sitting Between Tyres Of Goods Train; Rescued By RPF

Child Rescue Helpless Kid Travels Over 100 Kms While Sitting Between Tyres Of Goods Train; Rescued By RPF

News Continuous Bureau | Mumbai

Child Rescue : રામ રાખે તેને કોણ ચાખે… આ કહેવતને સાર્થક કરતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. એવું કહેવાય છે કે ભગવાન જેને બચાવવા માંગે છે તેને કોઈ મારી શકે નહીં. આવું જ કઈંક 5 વર્ષના બાળક ( child ) સાથે બન્યું છે. જેને આરપીએફએ સુરક્ષિત રીતે બચાવી લીધો. 

Join Our WhatsApp Community

Child Rescue : જુઓ વિડીયો 

આ દરમિયાન બાળકને બચાવવા ( Rescue ) નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે માલગાડી ( goods train ) ની નીચે પૈડાં વચ્ચે બેઠેલો જોવા મળે છે, આરપીએફના જવાનો તેને બહાર લઈ જતા જોવા મળે છે.

Child Rescue : માલગાડીના પૈડા વચ્ચે અટવાયેલો રહ્યો 

વાસ્તવમાં લખનૌમાં રેલ્વે ટ્રેક નજીક રહેતો એક માસુમ બાળક રમતા રમતા ટ્રેક પર ઉભેલી માલગાડીના પૈડા વચ્ચે બેસી ગયો. ત્યારે  માલગાડી અચાનક ચાલુ થઈ અને બાળક ફરીથી નીચે ઉતરી શક્યું નહીં. આ રીતે તે માલગાડીના પૈડા વચ્ચે અટવાયેલો રહ્યો અને કેટલાય કિલોમીટરનું અંતર કાપીને હરદોઈ ( Hardoi ) પહોંચી ગયો. બીજી તરફ આરપીએફને આ બાબતની જાણ થતાં જ તેઓએ બાળકને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ બાળકનું નામ અને સરનામું પૂછ્યા બાદ બાળકને ચાઈલ્ડ કેર હરદોઈને સોંપવામાં આવ્યો હતો.  

Child Rescue : ચેકિંગ દરમિયાન ખબર પડી બાળકની

મળતી માહિતી મુજબ  રેલવે કર્મચારીએ ચેકિંગ દરમિયાન બાળકને માલગાડીના પૈડા વચ્ચે ફસાયેલો જોયો હતો. તેણે તરત જ આ અંગે આરપીએફને જાણ કરી. જે બાદ રેલવે પ્રોટેક્શન ફોર્સના અધિકારીઓએ માલગાડીને રોકીને બાળકને બહાર કાઢ્યો હતો. બાદમાં તેને આરપીએફ હરદોઈ ચોકી પર લાવવામાં આવ્યો હતો. તે ખૂબ જ ડરી ગયો હતો. બાળકે માલગાડીના પૈડાં વચ્ચે બેસીને લગભગ 100 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. પૂછપરછ દરમિયાન બાળકે જણાવ્યું હતું કે તેની માતા તેને છોડીને ક્યાંક ચાલી ગઈ છે. પિતા ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. બાળકે કહ્યું કે તે રમતા રમતા માલગાડીના પૈડા વચ્ચે બેસી ગયો અને પછી ટ્રેન ચાલુ થઈ. જોકે, પૂછપરછ બાદ પોલીસે બાળકને બાળ સંભાળ કેન્દ્રને સોંપી દીધો હતો. 

આ સમાચાર પણ વાંચો :  RBI : રિઝર્વ બેંકની મોટી કાર્યવાહી, હવે આ બેંક પર લગાવ્યા નિયંત્રણો.. ગ્રાહકો ખાતામાંથી નહીં નીકાળી શકે એક પણ રૂપિયો 

Jugaad Video :ભારતીયોનો ‘જુગાડુ’ દિમાગ: બાઇક માલિકે લગાવ્યો એવો લોક કે હવે ચોર પણ માથું ખંજવાળતો રહી જશે; જુઓ
   Holi Viral Video: હવે ક્યારેય નહીં રમે હોળી! છોકરીઓએ તોફાનીઓને ભણાવ્યો બરાબરનો પાઠ; જુઓ વાયરલ વિડીયો.. 
Mother Forget Child : ઘોર કલયુગ.. માતા મોબાઈલ ફોન પર વાત કરવામાં એટલી મગ્ન થઇ ગઈ કે પોતાના બાળકને જ ભૂલી ગઈ; પછી શું થયું જુઓ આ વીડિયોમાં..
Holi Santhal Tribe Tradition : હોળીના રંગમાં છુપાયેલી પરંપરા: સંથાલ આદિવાસી સમુદાયમાં રંગ છાંટવો એટલે લગ્નની ફરજ (Marriage Tradition)
Exit mobile version