Site icon News Continuous Bureau | Mumbai

Gold Silver Panipuri : લ્યો બોલો.. બજારમાં આવ્યા સોના-ચાંદીના ગોલગપ્પા, લોકો થયા કન્ફ્યુઝ; ખાવી કે પછી સેફમાં રાખવી..?!

Gold Silver Panipuri : ગોલગપ્પા, પુચકા એટલે કે પાણીપુરી કોને ન ગમે? આ શબ્દ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. સ્વાભાવિક છે કે તમારી સાથે પણ આવું જ થતું હશે. પરંતુ જ્યારે કોઈ આપણી મનપસંદ પાણીપુરીને ફ્યુઝનના નામે ટોર્ચર કરવાનું શરૂ કરે ત્યારે શું થાય? આ દિવસોમાં, પાણીપુરીની આવી જ એક વિચિત્ર રેસિપી ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.

Gold Silver Panipuri This extravagant gold and silver Pani Puri leaves internet with second thoughts

Gold Silver Panipuri This extravagant gold and silver Pani Puri leaves internet with second thoughts

News Continuous Bureau | Mumbai 

Gold Silver Panipuri : પાણીપુરી, ફુલકી, પુચકા કે ગોલગપ્પા.. નામ ગમે તે હોય પણ તેનો સ્વાદ દેશના દરેક ભાગમાં લોકોને પસંદ આવે છે. સામાન્ય રીતે તેમાં આમલી અથવા કેરીના મીઠા-ખાટા પાણી સાથે પીરસવામાં આવે છે અને તેમાં બટાકાનું સ્ટફિંગ ઉમેરવામાં આવે છે, પરંતુ બેંગ્લોર ( Bangalore )ના એક સ્ટ્રીટ ફૂડ વિક્રેતાએ પાણીપુરીનું નવું વર્ઝન ( New version ) રજૂ કર્યું છે, જેને ડ્રાયફ્રૂટ્સ અને થંડાઈ સાથે પીરસવામાં આવે છે. અને એ પણ સોના અને ચાંદીના વરક વાળી પુરી સાથે. હાલમાં જ એક ફૂડ બ્લોગરે ( food vlogger ) તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

ખાટા અને મીઠા પાણીને બદલે ડ્રાયફ્રૂટ્સ અને થંડાઈ ઉમેરીને લોકોને પાણીપુરી ખવડાવી

એક સમય હતો જ્યારે લોકો ગોલગપ્પા સાથે મસાલેદાર, ખાટા અને મીઠા પાણીની પસંદગી કરતા હતા. પરંતુ બેંગ્લોર ( Bangalore ) ના એક પાણીપુરી વાળાએ તમામ હદો વટાવી દીધી. આ ભાઈ બટાકા અને પાણીને બદલે ડ્રાયફ્રૂટ્સ અને થંડાઈ ઉમેરીને લોકોને પાણીપુરી ખવડાવી રહ્યા છે અને તે પણ તેના પર સોનાચાંદીનું વર્ક ચોંટાડીને. સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું હોવા છતાં, ઇન્ટરનેટ પર લોકોના અભિપ્રાય આ વિચિત્ર રેસીપી અંગે વહેંચાયેલા છે. કેટલાક લોકોને પાણીપુરી ( Panipuri ) વાલા ભૈયાનો વિચાર ગમે છે, જ્યારે ઘણા લોકો માને છે કે આ એક ખુબ જ હાયપ્ડ વસ્તુ છે.

જુઓ વિડીયો

 

આ રીતે બને છે સોના-ચાંદીની પાણીપુરી

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દુકાનદાર પહેલા પાણીપુરીમાં ઝીણી સમારેલી બદામ, કાજુ અને પિસ્તા ઉમેરે છે. પછી સ્વાદ વધારવા માટે તેમાં મધ ઉમેરે છે.  પછી જોકે દુકાનદાર ગોલગપ્પાને મસાલેદાર, ખાટા કે મીઠા પાણી સાથે નહીં પરંતુ થંડાઈ ઉમેરીને પીરસે છે. આ પહેલા તે ગોલ્ડ અને સિલ્વર વર્કથી પાણીપુરીને સુંદર રીતે સજાવે છે.

આ સમાચાર પણ વાંચો :  સટ્ટા બજારમાં શું છે ભાજપનો ભાવ? કોંગ્રેસને મળશે કેટલી સીટ? ફલોદીના ભાવ સામે આવ્યા…

પાણીપુરીનો નાશ

ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને વ્લોગરે ( Food Vlogger ) દાવો કર્યો છે કે તમે આનાથી વધુ હાઈજેનિક પાણીપુરી ક્યારેય ખાધી નહીં હોય. વ્લોગરે કહ્યું કે તમને બેંગ્લોરમાં સોના-ચાંદીની પાણીપુરીનો આ કોન્સેપ્ટ જોવા મળશે. પરંતુ આ પાણીપુરી પ્રીમિયમ શ્રેણીની છે. વીડિયો જોયા બાદ એક યુઝરે કમેન્ટ કરી કે, ‘મને કહો કે તેને ખાવી કે સેફમાં રાખવી.’ અન્ય યુઝરે કમેન્ટ કરી કે, ‘તેનું નામ બપ્પી લાહિરી પાણીપુરી હોવું જોઈએ.’ બીજા એક યુસરે કહ્યું હું તો મફતમાં પણ ન ખાઉં. પાણીપુરીનો સત્યાનાશ કરી દીધો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Haridwar Ganga Ghat Viral Video। હરિદ્વારના ગંગા ઘાટ પર કૂતરાને નવડાવવા પહોંચી મહિલા, ભક્તોનો ભારે વિરોધ અને સોશિયલ મીડિયા પર આક્રોશ
The Science of Tetrachromacy: કુદરતની અજાયબી: દુનિયાની કેટલીક મહિલાઓ જોઈ શકે છે ૧૦ કરોડ રંગો! પુરુષો માટે અશક્ય છે આ ‘સુપર પાવર’, જાણો તેની પાછળનું વિજ્ઞાન
Viral Video: અડધી રાત્રે કબ્રસ્તાનમાંથી આવ્યો બિરયાનીનો ઓર્ડર, લોકેશન જોઈને ફૂડ ડિલિવરી બોયના હોશ ઉડી ગયા!
Meet Armadillo: શું તમે જાણો છો? દુનિયાનું એક એવું પ્રાણી જેની ત્વચા પર ગોળી પણ બેઅસર છે; સિંહ અને વાઘ પણ તેનાથી માને છે હાર
Exit mobile version