આ છે દુનિયાનું સૌથી અનોખું ગામ, જ્યાં તમામ લોકો જમીનની અંદર ઘર બનાવીને રહે છે- વાંચો આ રોચક જગ્યા વિશે

કૂબર પેડી નામના ગામમાં તમામ લોકો જમીનની અંદર રહે છે. આ ગામ દક્ષિણી ઓસ્ટ્રેલિયા(australia)માં આવેલું છે. આ ઘરોને બહારથી જોતા સાધારણ દેખાય છે.

Coober Pedy

News Continuous Bureau | Mumbai 

તમે જમીનની અંદર એટલે કે અંડરગ્રાઉન્ડ(underground) રુમ કે પાર્કિંગ વિશે સાંભળ્યું અને જોયું હશે. પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે ધરતી પર એક એવુ ગામ છે જ્યાં લોકો જમીનની અંદર રહે છે. જી, હાં કૂબર પેડી નામના ગામમાં તમામ લોકો જમીનની અંદર રહે છે. આ ગામ દક્ષિણી ઓસ્ટ્રેલિયા(australia)માં આવેલું છે. આ ઘરોને બહારથી જોતા સાધારણ દેખાય છે. હકીકતમાં કૂબર પેડી વિસ્તારમાં ઓપલ(દુધિયા રંગનો પત્થર) ખૂબ જ જોવા મળે છે. તેથી કૂબર પેડીને દુનિયા ઓપલ રાજધાની તરીકે ઓળખે છે.

जमीन के अंदर बसा है ये गांव, घर-दुकानें से लेकर चर्च तक सबकुछ अंडरग्राउंड |  coober pedy australian mining town where residents live shop and worship  underground – News18 हिंदी

Join Our WhatsApp Community
કુબર પેડી(Coober Pedy)ગામ રણપ્રદેશમાં આવેલું છે, જેના કારણે અહીં ઉનાળામાં તાપમાન ખૂબ જ વધારે હોય છે અને શિયાળામાં ખૂબ ઓછું હોય છે. આવી સ્થિતિમાં અહીં રહેતા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે, લોકો માઇનિંગ પછી બાકી રહેલી ખાલી ખાણોમાં રહેવા ગયા હતા.

કુબર પેડીના આ ભૂગર્ભ મકાનોને ઉનાળામાં એસીની જરૂર હોતી નથી અથવા શિયાળામાં હીટરની જરૂર હોતી નથી. આજની તારીખે અહીં આવા 1500 થી વધુ જમીનની અંદર મકાનો(people live underground) છે, જેમાં લોકો પોતાના પરિવાર સાથે રહે છે. 

જમીનની અંદર બાંધેલા આ મકાનો બધી સુવિધાઓથી સજ્જ(Equipped with facilities) છે. આ ઘર એટલા આકર્ષક છે કે અહીં ઘણી હોલીવુડ ફિલ્મોનું શૂટિંગ પણ કરવામાં આવ્યું છે. જાણીતી ફિલ્મની વાત કરીએ તો વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘પિચ બ્લેક’ના શૂટિંગ પછી, પ્રોડક્શન દ્વારા ફિલ્મમાં વપરાતી સ્પેસશીપ છોડી દીધી, જે હવે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. જેના કારણે અહીં ટુરિઝમનો પણ વિકાસ થયો છે.

આ સમાચાર પણ વાંચોઃ Birthday Special: કૃતિ ખરબંદાએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી કરી કરિયરની શરુઆત, જાણો જ્વેલરી ડિઝાઇનર કેવી રીતે આવી ફિલ્મોમાં

Jugaad Video :ભારતીયોનો ‘જુગાડુ’ દિમાગ: બાઇક માલિકે લગાવ્યો એવો લોક કે હવે ચોર પણ માથું ખંજવાળતો રહી જશે; જુઓ
   Holi Viral Video: હવે ક્યારેય નહીં રમે હોળી! છોકરીઓએ તોફાનીઓને ભણાવ્યો બરાબરનો પાઠ; જુઓ વાયરલ વિડીયો.. 
Mother Forget Child : ઘોર કલયુગ.. માતા મોબાઈલ ફોન પર વાત કરવામાં એટલી મગ્ન થઇ ગઈ કે પોતાના બાળકને જ ભૂલી ગઈ; પછી શું થયું જુઓ આ વીડિયોમાં..
Holi Santhal Tribe Tradition : હોળીના રંગમાં છુપાયેલી પરંપરા: સંથાલ આદિવાસી સમુદાયમાં રંગ છાંટવો એટલે લગ્નની ફરજ (Marriage Tradition)
Exit mobile version