Site icon

Rajasthan video : ન લાઈટ, ન જનરેટર… સરકારી હોસ્પિટલમાં મોબાઈલની ટોર્ચની મદદથી કરાઈ દર્દીની સારવાર; જુઓ વિડીયો

Desi Jugaad video : રાજસ્થાનના ચુરુ જિલ્લાની સૌથી મોટી સરકારી ભરતિયા હોસ્પિટલ ગેરરીતિઓને કારણે સમાચારોમાં છે. જિલ્લા મથકની આ મોટી હોસ્પિટલની અવ્યવસ્થા જોતા એવું લાગે છે કે આ હોસ્પિટલ માત્ર ભગવાનના ભરોસે ચાલી રહી છે. જ્યાં હોસ્પિટલમાં અવ્યવસ્થા અને ગેરરીતિ સામાન્ય લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે.

Rajasthan video Rajasthan Churu District Government Hospital lack of electricity patient was treated using mobile light

Rajasthan video Rajasthan Churu District Government Hospital lack of electricity patient was treated using mobile light

News Continuous Bureau | Mumbai

 Rajasthan video :  રાજસ્થાનના ચુરુ હેડક્વાર્ટરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં આવેલી જિલ્લા સરકારી હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં વીજળીના અભાવે એક દર્દીને મોબાઈલ લાઈટની મદદથી સારવાર આપવામાં આવી હતી. મોબાઈલ ટોર્ચના પ્રકાશમાં કરવામાં આવી રહેલી સારવારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અચાનક લાઇટ ફેલ થતાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 

Join Our WhatsApp Community

 Rajasthan video : જુઓ વિડીયો

 

 

  Rajasthan video : લાઇટ ટ્રીપિંગની સમસ્યાને કારણે આ રોજિંદી સ્થિતિ

વાયરલ વીડિયોમાં જોઈ શકાય હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં સંપૂર્ણ અંધારું છે. વોર્ડમાં દર્દીઓ, ડોકટરો અને દર્દીઓના સગાઓ નજરે પડે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં દર્દીના પરિવારજનો હાથમાં મોબાઈલ ફોનની ટોર્ચ પકડીને બેઠા છે. ડૉક્ટર ત્યાં દર્દીની સારવાર કરી રહ્યા છે. આ ઘટના અંગે હોસ્પિટલ પ્રશાસને કહ્યું છે કે લાઇટ ટ્રીપિંગની સમસ્યાને કારણે આ રોજિંદી સ્થિતિ છે. હોસ્પિટલ પરિસરની ઈમરજન્સીમાં અંધારપટના કારણે ત્યાં સારવાર અર્થે દાખલ થયેલા દર્દીઓમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, વીજ પુરવઠો ખોરવાતા હોસ્પીટલમાં કોઈ મોટી દુર્ઘટના કે ઈમરજન્સી સર્જાઈ ન હતી.

આ સમાચાર પણ વાંચો :  Vrindavan video : હે ભગવાન! કૃષ્ણ ભગવાનના મંદિરમાં ACનું પાણી ભક્તો ‘ચરણામૃત’ સમજીને પી ગયા; પછી શું થયું?? જુઓ અહીં

 Rajasthan video : પહેલા પણ આવી ચુક્યા છે આવા કિસ્સા

આ પહેલા બિહારના સમસ્તીપુરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. સમસ્તીપુર સ્થિત સદર હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં વીજળીના અભાવે મોબાઈલ ટોર્ચના સહારે એક યુવકને સારવાર આપવામાં આવી રહી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ હોસ્પિટલ દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું હતું કે વરસાદના કારણે ઈલેક્ટ્રીક વાયર શોર્ટ થવાના કારણે હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં અડધા કલાક સુધી અંધારપટ છવાઈ ગયો હતો. આ સિવાય જૂનમાં બિહારના નવાદામાં આવેલી સદર હોસ્પિટલમાં પણ આવી જ તસવીર સામે આવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The Science of Tetrachromacy: કુદરતની અજાયબી: દુનિયાની કેટલીક મહિલાઓ જોઈ શકે છે ૧૦ કરોડ રંગો! પુરુષો માટે અશક્ય છે આ ‘સુપર પાવર’, જાણો તેની પાછળનું વિજ્ઞાન
Viral Video: અડધી રાત્રે કબ્રસ્તાનમાંથી આવ્યો બિરયાનીનો ઓર્ડર, લોકેશન જોઈને ફૂડ ડિલિવરી બોયના હોશ ઉડી ગયા!
Meet Armadillo: શું તમે જાણો છો? દુનિયાનું એક એવું પ્રાણી જેની ત્વચા પર ગોળી પણ બેઅસર છે; સિંહ અને વાઘ પણ તેનાથી માને છે હાર
Jugaad Video :ભારતીયોનો ‘જુગાડુ’ દિમાગ: બાઇક માલિકે લગાવ્યો એવો લોક કે હવે ચોર પણ માથું ખંજવાળતો રહી જશે; જુઓ
Exit mobile version