Site icon News Continuous Bureau | Mumbai

 Thar On Railway Track: મોતને આમંત્રણ!? રીલ બનાવવા માટે યુવકે રેલવે ટ્રેક પર દોડાવી થાર, ત્યારે અચાનક આવી માલગાડી; જીવ થયો અધ્ધર, જુઓ વિડીયો.. 

 Thar On Railway Track: કેટલાક યુવકો થાર રેલ્વે ટ્રેક પર રીલ બનાવવા લઈ ગયા હતા, જ્યાં તેમની કાર ફસાઈ ગઈ હતી. દરમિયાન પાછળથી એક ટ્રેન આવતી જોવા મળી હતી.  

Thar On Railway Track Stunt with Mahindra Thar on railway tracks goes wrong after vehicle gets stuck

Thar On Railway Track Stunt with Mahindra Thar on railway tracks goes wrong after vehicle gets stuck

 News Continuous Bureau | Mumbai 

Thar On Railway Track: રીલ બનાવવાનું અને સોશિયલ મીડિયા પર ફેમસ થવાનું પાગલપન દિવસે ને દિવસે વધી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ફેમસ થવાની હોડમાં લોકો પોતાની જીંદગીને મજાક સમજવા લાગ્યા છે. રસ્તા પર અને પાણીમાં રીલ બનાવવા ઉપરાંત હવે લોકો રેલ્વે ટ્રેક પર આવતી ટ્રેનની સામે રીલ બનાવતા પણ ખચકાતા નથી. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જયપુરનો છે. આ વિડિયો જોયા પછી અને આખો મામલો જાણ્યા પછી તમે ચોંકી જશો. જોકે સદનસીબે સ્ટંટ દરમિયાન મોટી દુર્ઘટના ટળી હતી…

Join Our WhatsApp Channel

Thar On Railway Track: જુઓ વિડિયો 

Thar On Railway Track:   લોકોપાયલોટે ટાળી મોટી દુર્ઘટના 

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક થાર રેલવે ટ્રેક પર દોડી રહી છે. આ ઘટના ત્યારે બની જ્યારે એક નશામાં ધૂત વ્યક્તિએ રીલ બનાવવા માટે રેલ્વે ટ્રેક પર થારને હંકારી રહ્યો હતો. મળતી માહિતી મુજબ, તે થારને રીલ બનાવવા માટે ટ્રેક પર ગાડી ચલાવી રહ્યો હતો અને અચાનક એક માલગાડી પાટા પર આવી ગઈ. ટ્રેનને જોતા યુવકે થાર ખસેડવાનો પ્રયાસ કર્યો તો વાહન ફસાઈ ગયું. ટ્રેનને જોઈને કારમાં બેઠેલો યુવક ભાગી ગયો હતો પરંતુ તેનો ડ્રાઈવર બેઠો રહ્યો હતો. આમાં રાહતની વાત એ છે કે લોકોપાયલોટે ડહાપણ બતાવીને ટ્રેનને રોકી અને અકસ્માત ટળી ગયો. તમને જણાવી દઈએ કે આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.

આ સમાચાર પણ વાંચો : Snake bite: આવું કોણ કરે ભાઈ! સાપ ડંખ માર્યો તો યુવક તેને જ કરડ્યો, પછી શું થયું? જુઓ આ વીડિયોમાં..

 Thar On Railway Track: પોલીસે તપાસ શરૂ

 મળતા અહેવાલો મુજબ મામલો રાજસ્થાનની રાજધાની જયપુરના સિવાર વિસ્તારનો છે.. ખતરનાક સ્ટંટનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.  સાથે જ રેલવે એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વાહન જપ્ત કરવામાં આવ્યું છે.    આરોપીની પણ ઓળખ થઈ ગઈ છે. રેલ્વે અધિકારીઓનું કહેવું છે કે ગેરકાયદેસર રીતે રેલ્વે ટ્રેક ક્રોસ કરવું અને સ્ટંટ કરવું એ સજાપાત્ર ગુનો છે. 5 વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે.   

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prison Daily Routine શું તમને ખબર છે જેલમાં કેદીઓની દિનચર્યા કેવી હોય છે? જાણો સવારથી સાંજ સુધીનું તેમનું જીવન અને ભોજનનું મેનુ
Viral Rickshaw Driver Skills અદભૂત! આ રિક્ષાવાળો બોલે છે કડકડાટ સ્પેનિશ અને અંગ્રેજી, વીડિયો થયો વાયરલ
Cat Swallows Gold Ring લ્યો કરો વાત, જમાઈ માટે લીધેલી સોનાની વીંટી પહોંચી બિલાડીના પેટમાં, જાણો પછી શું થયું?
Monkey ‘pool party’ at Taj Mahal તાજમહેલમાં વાંદરાઓની ‘પૂલ પાર્ટી’ ફુવારાઓ બની ગયા સ્વિમિંગ પુલ, વીડિયો જોઈને હસવું નહીં રોકી શકો!
Exit mobile version