News Continuous Bureau | Mumbai
વૃક્ષો આપણા જીવન માટે ખૂબ જ જરુરી છે. પરંતુ શહેરની ભાગદોડની જીંદગી અને ઊંચી ઇમારતો, ફેક્ટરીઓ- મોટા ઉદ્યોગોના કારણે હવે પહેલા જેવા વૃક્ષો જોવા મળતા જ નથી. પરંતુ કોરોનાની મહામારીના સમયે ઓક્સિજનની અછત સર્જાઇ ત્યારે વૃક્ષોનું મહત્વ (Importance of trees) દરેકને સમજાઇ ગયુ છે. પરંતુ દેશમાં એક એવા વ્યક્તિ છે જેણે અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ વૃક્ષ વાવ્યા છે. જી, હાં એક કરોડ વૃક્ષો તેલંગાણના 84 વર્ષના પર્યાવરણપ્રેમી દરિપલ્લી રમૈયા(Daripalli Ramaiah)એ વાવ્યા છે. તેમની આ પ્રવૃતિની ખાતરી કરીને, નોંધ લઇને ભારત સરકારે 2017માં પધ્મશ્રી એવોર્ડ(Padma Shri Award)થી સન્માન કર્યુ હતું.
ટ્રી મેન(Indian Treeman) તરીકે ઓળખાતો આ માણસ રોજ સવારે સાઇકલ પર બીજની થેલી લઇને વૃક્ષો ઉગાડવા નીકળી પડે છે. રોજ સેંકડો કિમી સાઇકલ ચલાવે છે તેમ છતાં તેમને થાક લાગતો નથી. કારણ કે વૃક્ષો વાવવાએ જ તેમનું જીવન મિશન(mission) છે. એક સમયે પોતાની પાસે 3 એકર જમીન હતી.પોતે ધાર્યુ હોતતો આરામથી જમીનમાં ખેતી કરીને ગુજારો કરી શકયા હોત પરંતુ તેમણે તો વિવિધ વૃક્ષો(Tree)ના બિયારણ લાવવા માટે પોતાની જમીન પણ વેચી દિધી છે.
આ અનોખી માટીના માનવીને વૃક્ષો કપાતા જાય અને પર્યાવરણ(environment)ને નુકસાન થાય તે મંજૂર ન હતું. તેલંગાણાના ખમ્મ્મ વિસ્તારના સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પોતાની જીદ્ અને ઇચ્છાશકિતને કામે લગાડીને આ માણસે હજારો વિઘા ઉજ્જડ જમીનને હરિયાળીમાં ફેરવી નાખી છે.તેમના ખમીસ કે પેન્ટના ખિસ્સામાં પૈસા નહી પરંતુ વૃક્ષોના બીજ નિકળે છે જે હંમેશા પોતાની સાથે રાખે છે. તેમણે અઠાર વર્ષની નાની ઉંમરે પોતાની માતાને વૃક્ષો ઉગાડતી જોઇને પ્રેરણા મેળવી હતી. શરુઆત પોતાના ગામની પૂર્વ પશ્ચિમ દિશામાં ખાલી 4 કિમી જમીનમાં પીંપળ, અશોક અને લિંમડાના બીજ વાવીને કરી હતી. વાવ્યા પછી માવજત આપવાની શરુઆત કરતા 3 હજાર જેટલા વૃક્ષો ઉગી નિકળ્યા હતા.આ જોઇને રમૈયાના આત્મવિશ્વાસ વધ્યો અને પોતાના આ કાર્યને વિસ્તાર્યું હતું.
કોઇ વૃક્ષારોપણ(Plantation) જેવા જાહેર કાર્યક્રમો કર્યા વિના કોઇ રમૈયા ચૂપચાપ બીજ વાવતા હતા. તેમના હાથમાં પણ એવો જાદુ કે તેમને વાવેલું બીજ ઉગી નીકળે છે. તેઓ બીજ વાવ્યા પછી ઉગેલા છોડની માવજત માટે અવાર નવાર મુલાકાત પણ લેતા રહે છે. જો કે આ માણસ સનકી કે ધુની નથી તે વૃક્ષો અને તેની ખાસિયત તથા બીજ અંગે ઉંડુ નોલેજ ધરાવે છે. તેમની પાસે તેલંગાણામાં થતા 600 થી વધુ પ્રકારના વૃક્ષોના બીજનો સંગ્રહ છે. તે લોકોને પર્યાવરણ જાગૃતિનો મેસેજ આપવા માટે ટીનના પતરામાંથી તૈયાર કરેલી પ્લેટ ગળામાં પહેરીને ફરે છે. તેના પર વૃક્ષો વાવો(Plant trees),પર્યાવરણ બચાવોનો મેસેજ લખેલો હોય છે. રમૈયા હવે જાણીતા બન્યા હોવાથી તેમનું માન સન્માન થાય છે તેની બધી જ રકમ વૃક્ષારોપણ પાછળ ખર્ચ કરે છે.