Site icon News Continuous Bureau | Mumbai

UP police constable: ખાખીને સલામ.. ચાલુ બાઈક પરથી વૃદ્ધ નીચે પડતા થયા બેભાન, યુપી પોલીસકર્મીએ તાત્કાલિક CPR આપી બચાવ્યો જીવ…..

UP police constable: હઝરતગંજ કોતવાલીની ઉત્તરી ચોકીમાં તૈનાત કોન્સ્ટેબલ સૂરજ સોમવારે બપોરે બાઇક સવાર માટે લાઈફ સેવર બની ગયો હતો. સૂરજે કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન (CPR) આપીને વૃદ્ધને નવું જીવન આપ્યું.

UP police constable Cop saves man’s life with CPR after cardiac arrest

UP police constable Cop saves man’s life with CPR after cardiac arrest

News Continuous Bureau | Mumbai

UP police constable: છેલ્લા કેટલાક દિવસોથી હાર્ટ એટેક ( cardiac arrest ) ની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. CPR અંગેની જાગૃતિના કારણે ઘણા લોકોના જીવ બચી ગયા છે. લખનઉ ( Lucknow ) ના હઝરતગંજમાં આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં એક વૃદ્ધ બાઇક પરથી પડી ગયા અને પડી જવાને કારણે તેમને પર હૃદય હુમલો આવ્યો.

Join Our WhatsApp Channel

UP police constable: જુઓ વિડીયો 

જોકે સદનસીબે આ દરમિયાન નજીકમાં પોલીસ હાજર હતી અને પોલીસ કોન્સ્ટેબલ સૂરજે તેમને CPR આપીને તેમનો જીવ બચાવ્યો ( saves life ) હતો. કહેવામાં આવી રહ્યું છે કે વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જ્યાં દર્દીની હાલત હજુ સારી છે.

UP police constable:  પોલીસ કોન્સ્ટેબલ સૂરજે બચાવ્યો જીવ 

મળતી માહિતી મુજબ, વૃદ્ધ હઝરતગંજ પાસે મલ્ટી લેવલ પાર્કિંગ પાસે બાઇક પર જઈ રહ્યા હતા, આ દરમિયાન તેમની બાઇક સ્લીપ થઈ અને તે ડિવાઈડર પર પડી ગયા. આ દરમિયાન તેમને એટેક આવ્યો અને તેમની તબિયત બગડવા લાગી.  થોડે દૂર ઉભેલા પોલીસ કોન્સ્ટેબલ સૂરજે તેમની પાસે પહોંચી ગયો અને CPR આપવા લાગ્યો. તેની સાથે અન્ય પોલીસકર્મીઓ પણ તેમની હથેળીઓ અને પગના તળિયાને ઘસવા લાગે છે.

આ સમાચાર પણ વાંચો :  PM Modi Russia Visit : કઝાનમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, રશિયન લોકોએ ગાયું ‘કૃષ્ણ ભજન’; જુઓ વિડીયો..

UP police constable: તબિયત સ્વસ્થ

થોડા સમય પછી, દર્દીની સ્થિતિમાં સુધારો થવા લાગ્યો. આ પછી, એસીપીએ દર્દીના ચહેરા પર થોડું પાણી છાંટ્યું અને તેને તેમના વાહનમાં હોસ્પિટલ મોકલ્યો. જ્યાં તેની હાલત સારી હોવાનું કહેવાય છે. આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ દરેક લોકો પોલીસ કોન્સ્ટેબલ સૂરજના વખાણ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prison Daily Routine શું તમને ખબર છે જેલમાં કેદીઓની દિનચર્યા કેવી હોય છે? જાણો સવારથી સાંજ સુધીનું તેમનું જીવન અને ભોજનનું મેનુ
Viral Rickshaw Driver Skills અદભૂત! આ રિક્ષાવાળો બોલે છે કડકડાટ સ્પેનિશ અને અંગ્રેજી, વીડિયો થયો વાયરલ
Cat Swallows Gold Ring લ્યો કરો વાત, જમાઈ માટે લીધેલી સોનાની વીંટી પહોંચી બિલાડીના પેટમાં, જાણો પછી શું થયું?
Monkey ‘pool party’ at Taj Mahal તાજમહેલમાં વાંદરાઓની ‘પૂલ પાર્ટી’ ફુવારાઓ બની ગયા સ્વિમિંગ પુલ, વીડિયો જોઈને હસવું નહીં રોકી શકો!
Exit mobile version