Site icon News Continuous Bureau | Mumbai

Whale Swallows Man : ચમત્કારિક બચાવ.. વ્હેલ માછલી યુવકને જીવતો ગળી ગઈ, અને પછી… જુઓ આ વિડીયો

Whale Swallows Man : ચિલીના પેટાગોનિયામાં 24 વર્ષીય એડ્રિયન સિમાન્કાસ સાથે એક અનોખી ઘટના બની. તે તેના પિતા સાથે કાયાકિંગ કરી રહ્યો હતો ત્યારે એક વિશાળ વ્હેલ તેના પુત્રને ગળી ગઈ. આ ઘટના ગયા શનિવાર, ૮ ફેબ્રુઆરીના રોજ બની હતી. એડ્રિયન તેના પિતા ડેલ સાથે તેના સમુદ્રમાં બોટિંગ કરી રહ્યો હતો.

Whale Swallows Man Humpback Whale Gulps Kayaker In Chile, Father Was Recording Video

Whale Swallows Man Humpback Whale Gulps Kayaker In Chile, Father Was Recording Video

News Continuous Bureau | Mumbai

 Whale Swallows Man : કલ્પના કરો કે જો કોઈ વિશાળ વ્હેલ કોઈ વ્યક્તિને જીવતી ગળી જાય તો શું થશે? ચિલીના બાહિયા અલ અગુઇલા પ્રદેશમાં પણ આવી જ એક ઘટના બની હતી, જેમાં એક વ્હેલ કાયાકિંગ કરી રહેલા 24 વર્ષીય વ્યક્તિને સંપૂર્ણ ગળી ગઈ અને થોડીવાર પછી તેને થૂંકી દીધી. આ ચોંકાવનારી ઘટનાનો વીડિયો થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.

Join Our WhatsApp Channel

 

 Whale Swallows Man : પિતાએ ઘટનાનો વીડિયો બનાવ્યો

મીડિયા રિપોર્ટ મુજબ એડ્રિયન સિમાન્કાસ તેના પિતા ડેલ સાથે બોટિંગ કરી રહ્યો હતો. પછી એક વિશાળ વ્હેલ તેમની હોડી નીચે આવી ગઈ અને થોડી જ સેકન્ડોમાં બોટ સહિત તેને ગળી ગઇ. આ દરમિયાન એડ્રિયનના પિતા ડેલ થોડે દૂર બીજી બોટ પર હતા. તેઓ પુત્રને બૂમો પાડતા હતા. તેને શાંત રહેવા વિનંતી કરી અને આ ઘટનાને કેમેરામાં કેદ કરી હતી. જ્યારે વ્હેલ યુવાન અને તેની હોડીને પોતાના જડબામાં લઈ રહી હતી, ત્યારે તેના પિતા બૂમો પાડી રહ્યા હતા કે શાંત રહો, શાંત રહો. તેણે એડ્રિયનને ખાતરી આપી કે કંઈ થશે નહીં. આ પછી, વ્હેલ માછલીએ તેને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના થોડીક સેકન્ડો પછી દરિયામાં છોડી દીધો હતો.

Whale Swallows Man : બીજું જીવન મળ્યું

સપાટી પર પહોંચ્યા પછી, એડ્રિયન તેના પિતાના કાયક પર તરીને ગયો અને બંને સુરક્ષિત રીતે કિનારે પાછા ફર્યા. ડેલે કહ્યું, મને થોડી વાર માટે ડર લાગ્યો, પણ જ્યારે મેં તેને પાણીમાંથી બહાર આવતો જોયો, ત્યારે મને રાહત થઈ. આ ભયાનક ઘટના છતાં, એડ્રિયન અને તેના પિતા ડેલે કહ્યું કે તેઓ તેમના કાયાકિંગ સાહસો ચાલુ રાખશે. એડ્રિયનએ કહ્યું, ‘આ એક અનોખો અનુભવ હતો જેણે મને બીજું જીવન આપ્યું.’ હું તેનો પૂરો લાભ લઈશ.

આ સમાચાર પણ વાંચો : Shocking Thief Video: ઘરની બહાર બેઠી હતી યુવતી, અચાનક આવ્યા ચોર અને પછી… ; જુઓ વાયરલ વિડીયો

Whale Swallows Man : ચમત્કારિક બચાવ

આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ, લોકો આ ચમત્કારિક બચાવ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. દરિયાઈ નિષ્ણાતો કહે છે કે હમ્પબેક વ્હેલ સામાન્ય રીતે માણસો પર હુમલો કરતી નથી અને આ ઘટના આકસ્મિક રીતે બની છે. એડ્રિયન અને ડેલે કહ્યું કે તેઓ ભવિષ્યમાં કાયાકિંગ ચાલુ રાખશે, પરંતુ વધુ સાવધ રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

75 Year Old Groom Engagement Broken ૭૫ વર્ષના વરરાજાનું દિલ તૂટ્યું ૩૦ વર્ષની બ્લોગરે સગાઈ તોડી નાખી, કહ્યું ‘મારો પતિ …!’
Unique Marriage સગાઈ થઈ ગઈ, હલ્દી પણ લાગી ગઈ પણ લગ્ન ક્યારે? ૭૫ વર્ષના વરરાજા અને ૩૦ વર્ષની દુલ્હનના જવાબે પ્રેમ કહાણીમાં લાવ્યો મોટો ટ્વિસ્ટ
Wife Jumps Into Well Husband Apologizes પત્ની કૂવામાં કૂદી તો પતિએ જોડી દીધા હાથ ગ્રામજનો સામે માગી માફી, ત્યારે બહાર આવી મહિલા..
Village Unmarried Women દુનિયાનું અનોખું ગામ યુવતીઓ લગ્ન કરવા તૈયાર પણ પુરુષો નથી તૈયાર, જાણો શું છે તેની પાછળનું કારણ
Exit mobile version