Site icon

World’s Most Expensive Soap: દુનિયાનો સૌથી મોંધો છે આ સાબુ, સોના કરતા પણ વધુ છે કિંમત- વાંચો વિગત

World's Most Expensive Soap: દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં દુનિયાનો સૌથી મોંઘો સાબુ તૈયાર થાય છે. આવો તેના વિશે વિગત મેળવીએ....

World's Most Expensive Soap

World's Most Expensive Soap

News Continuous Bureau | Mumbai

World’s Most Expensive Soap: દુનિયામાં ઘણી વસ્તુઓ મોંઘી અને સસ્તી હોય છે. પરંતુ સાબુ એવી વસ્તુ છે જે દરેક વ્યક્તિની જરુરીયાત પણ છે. સાબુ વ્યક્તિ પોતાની પસંદ પ્રમાણે ખરીદે છે. હવે વિચારો કે જે સાબુ માટે તમારે 10-20 રૂપિયા ખર્ચવા પડે છે. જો તમને તેના માટે લાખો ખર્ચવાનું કહેવામાં આવે તો તમને કેવું લાગશે? ખરેખર, અમે વાત કરી રહ્યા છીએ દુનિયાના સૌથી મોંઘા સાબુની. તમે તેને બનાવવા માટે જેટલો ખર્ચ કરો છો તેટલી જ રકમમાં તમે નવો iPhone અથવા સોનાના ઘરેણાં ખરીદી શકો છો.

Join Our WhatsApp Community

ખાસ લોકોને જ મળે છે આ સાબુ

સાબુ(Soap) લેબનોનના ત્રિપોલીમાં તૈયાર કરવામાં આવે છે. તેની કિંમત 2,800 ડોલર એટલે કે અંદાજે 2,07,800 રૂપિયા છે. સાબુ ​​બનાવવાનો ધંધો 15મી સદીથી કરવામાં આવે છે. બદર હસન એન્ડ સન્સ દ્વારા બનાવેલા હાથથી બનાવેલા ખાન અલ સબૌન સાબુએ જણાવ્યું કે, તેઓ લાભદાયી આવશ્યક તેલ અને કુદરતી સુગંધ ધરાવતા વિવિધ લકઝરી સાબુ તૈયાર કરે છે.

આ દેશની દુકાનમાં વેચાય છે

આ હાથથી બનાવેલા લક્ઝરી સાબુ યુએઈની કેટલીક સૌથી વિશિષ્ટ દુકાનોમાં વેચાય છે. જો કે, કંપની દ્વારા વેચવામાં આવતી સૌથી મોંઘી પ્રોડક્ટ માત્ર ખૂબ જ મહત્વપૂર્ણ લોકો અને અન્ય ખાસ મહેમાનોને ઓફર કરવામાં આવે છે. અહેવાલો અનુસાર, આ સાબુ સૌપ્રથમ 2013માં બનાવવામાં આવ્યો હતો, જે કતારની પ્રથમ મહિલાને ભેટમાં આપવામાં આવ્યો હતો. સાબુનો સૌથી મોંઘો સાબુ સોના અને હીરાના પાવડર(Soap made of gold diamonds)થી બનેલો છે.

હવે ડિઝાઇનમાં કર્યો છે સુધાર

વિશ્વનો સૌથી મોંઘો સાબુ શરૂઆતમાં ચીઝના ખૂબ જ ખર્ચાળ ટુકડા જેવો દેખાતો હતો, પરંતુ હવે તેમાં સુધારો કરવામાં આવ્યો છે. વાયરલ વીડિયો(viral video)માં બદર હસન એન્ડ સન્સ. સીઈઓ અમીર હસન બહેરીની એક્ટર અને ઈન્સ્ટાગ્રામ સુપરસ્ટાર શૈલા સબત(Shaila Sabt)ને દુનિયાનો સૌથી મોંઘો સાબુ ઓફર કરતા જોવા મળે છે. વીડિયોમાં દેખાતા સાબુ પર 24 કેરેટ સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચોઃ October Best Destinations: આ મહિનામાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આ જગ્યાઓએ જરુરથી જાઓ

Jugaad Video :ભારતીયોનો ‘જુગાડુ’ દિમાગ: બાઇક માલિકે લગાવ્યો એવો લોક કે હવે ચોર પણ માથું ખંજવાળતો રહી જશે; જુઓ
   Holi Viral Video: હવે ક્યારેય નહીં રમે હોળી! છોકરીઓએ તોફાનીઓને ભણાવ્યો બરાબરનો પાઠ; જુઓ વાયરલ વિડીયો.. 
Mother Forget Child : ઘોર કલયુગ.. માતા મોબાઈલ ફોન પર વાત કરવામાં એટલી મગ્ન થઇ ગઈ કે પોતાના બાળકને જ ભૂલી ગઈ; પછી શું થયું જુઓ આ વીડિયોમાં..
Holi Santhal Tribe Tradition : હોળીના રંગમાં છુપાયેલી પરંપરા: સંથાલ આદિવાસી સમુદાયમાં રંગ છાંટવો એટલે લગ્નની ફરજ (Marriage Tradition)
Exit mobile version