Site icon

Zone Rouge: દુનિયાની એવી જગ્યા જ્યાં 100 વર્ષથી કોઈ વ્યક્તિ નથી ગયું- પ્રાણીઓને પણ જવાની પરવાનગી નથી!

વિશ્વમાં ઘણી એવી જગ્યાઓ છે જે વિરાન છે, પણ રહસ્યમય લાગે છે. મોટાભાગના લોકો આવા સ્થળોએ જતા નથી, કારણ કે તેમની સાથે સંબંધિત ઘણી હોરર કહાનીઓ છે. આવો એક એવી જ જગ્યા વિશે જાણીએ...

Zone Rouge

Zone Rouge

વિશ્વમાં ઘણી એવી જગ્યાઓ છે જે વિરાન છે, પણ રહસ્યમય લાગે છે. મોટાભાગના લોકો આવા સ્થળોએ જતા નથી, કારણ કે તેમની સાથે સંબંધિત ઘણી હોરર કહાનીઓ છે. આવો તમને એક એવી જ જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે એકદમ વિરાન છે. ત્યાં કોઈ આવતું-જતું નથી.

અહીં ‘ડેન્જર ઝોન’ બોર્ડ લગાવેલુ છે

ખરેખર, લોકો 100 વર્ષ પહેલાં આ સ્થળે રહેતા હતા, પરંતુ પાછળથી બનેલી ઘટનાને કારણે ત્યાં કોઈ જતું નથી. પ્રાણીઓને પણ તે જગ્યાએ જવા પર પ્રતિબંધ છે. આ સ્થાન ફ્રાન્સના પૂર્વોત્તર ક્ષેત્ર(france most fatal place)માં સ્થિત છે. અહીં ન આવતા લોકોની પાછળ એક ખતરનાક કહાની છે, જે આશ્ચર્યજનક છે. આ સ્થાનનું નામ ‘જોન રોગ’છે. તે એટલું જોખમી છે કે અહીં ‘ડેન્જર ઝોન’(Danger Zone) બોર્ડ લગાવવામાં આવ્યા છે. આ એટલા માટે કરવામાં આવ્યું છે કે જો કોઈ ભૂલથી આ સ્થાનની આસપાસ આવે છે, તો તે આ બોર્ડ વાંચીને આગળ વધવાની ભૂલ કરશે નહીં. જો કે, આ જગ્યાને બાકીના ફ્રાન્સથી અલગ રાખવામાં આવી છે, જેથી કોઈ અહીં ન આવી શકે. આ સ્થાનને ‘રેડ ઝોન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઘણા લોકો મૃત્યુ પામ્યા

પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા, એવું કહેવામાં આવે છે કે આ વિસ્તારમાં કુલ નવ ગામો હતા, જ્યાં લોકો ખેતી કરીને રહેતા અને ગુજારો કરતા હતા. પરંતુ વિશ્વ યુદ્ધ સમયે, આ જગ્યા પર ઘણા બોમ્બ પડ્યા કે આખો વિસ્તાર બરબાદ થઈ ગયો, ઘણા લોકો મૃત્યુ પામ્યા અને આ સ્થાન રહેવા યોગ્ય નહતી.
એવું કહેવામાં આવે છે કે આ સમગ્ર વિસ્તારમાં રાસાયણિક ભરેલી યુદ્ધ સામગ્રી મોટા પ્રમાણમાં ફેલાઈ છે, જેના કારણે અહીંની જમીન ઝેરી થઈ ગઈ છે. એટલું જ નહીં અહીંના પાણીમાં જીવલેણ તત્વો પણ જોવા મળે છે. આ વિસ્તાર((Zone Rouge)  ખૂબ મોટો હોવાને કારણે જમીન અને પાણીના સમગ્ર વિસ્તારને કેમિકલમુક્ત બનાવવાનું શક્ય નહોતું, તેથી ફ્રેન્ચ સરકારે અહીં લોકોના આગમન પર પ્રતિબંધ મૂક્યો હતો.
છેલ્લા સો વર્ષથી અહીં કોઇ માણસ(no mans land since 100 years) આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2004 માં, અહીં જમીન અને પાણીની તપાસ કરવામાં આવી હતી, જેમાં મોટી માત્રામાં આર્સેનિક મળી આવ્યું હતું. આર્સેનિક એ એક ઝેરી પદાર્થ છે, જો થોડી માત્રામાં ભૂલથી માણસના મોંમાં જાય તો તે થોડા કલાકોમાં પણ મરી શકે છે.

આ સમાચાર પણ વાંચોઃ Best Bachelor Trip: બેચલર મિત્રો સાથે ફરવાનું કરી રહ્યા છો પ્લાન, તો જાણો આ સ્થળો વિશે

Join Our WhatsApp Community
Jugaad Video :ભારતીયોનો ‘જુગાડુ’ દિમાગ: બાઇક માલિકે લગાવ્યો એવો લોક કે હવે ચોર પણ માથું ખંજવાળતો રહી જશે; જુઓ
   Holi Viral Video: હવે ક્યારેય નહીં રમે હોળી! છોકરીઓએ તોફાનીઓને ભણાવ્યો બરાબરનો પાઠ; જુઓ વાયરલ વિડીયો.. 
Mother Forget Child : ઘોર કલયુગ.. માતા મોબાઈલ ફોન પર વાત કરવામાં એટલી મગ્ન થઇ ગઈ કે પોતાના બાળકને જ ભૂલી ગઈ; પછી શું થયું જુઓ આ વીડિયોમાં..
Holi Santhal Tribe Tradition : હોળીના રંગમાં છુપાયેલી પરંપરા: સંથાલ આદિવાસી સમુદાયમાં રંગ છાંટવો એટલે લગ્નની ફરજ (Marriage Tradition)
Exit mobile version