Site icon

વિદેશી મુદ્રા ભંડારમાં ફરી કડાકો, સતત ત્રીજા અઠવાડિયામાં પણ નોંધાયો ધરખમ ઘટાડો; જાણો દેશની તિજોરીમાં કેટલું છે ધન

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

દેશના વિદેશી મુદ્રા ભંડારમાં સતત ત્રીજા સપ્તાહમાં ઘટાડો થયો છે. RBI દ્વારા જારી કરવામાં આવેલા આંકડાનુસાર 25 માર્ચ, 2022 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે $2.03 બિલિયન ઘટીને $617.648 બિલિયન થયું છે. 

વિદેશી મુદ્રા ભંડારમાં આ ઘટાડો મુખ્યત્વે વિદેશી ચલણ અસ્કયામતોમાં થયેલા ઘટાડાને કારણે થયો હતો, જે કુલ ચલણ અનામતનો નોંધપાત્ર ભાગ છે. 

આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધતા દેશનું સોનાનું ભંડાર 1.23 અબજ ડોલર વધીને 43.241 અબજ ડોલર થયું છે. 

આરબીઆઈના ડેટા મુજબ, ભારતનું એકંદર ફોરેક્સ રિઝર્વ પાછલા સપ્તાહના 619.678 અબજ ડોલરથી ઘટીને $617.648 બિલિયન થયું છે.

અગાઉ, 18 માર્ચ, 2022 ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં, તે $ 2.597 બિલિયન ઘટીને $ 619.678 બિલિયન પર આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો વધુ એક ડામ, આ ઍપ આધારિત ખાનગી ટેક્સીના ભાડામાં થયો 15 ટકાનો વધારો. જાણો વિગતે

RBI MPC Meeting: લોન લેનારાઓ માટે રાહતના સમાચાર કે આંચકો? રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, જાણો તમારા EMI પર શું થશે અસર
Gold and Silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ભૂકંપ: ચાંદીમાં 5% અને સોનામાં ₹2,600થી વધુનો કડાકો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
Gold Silver Rates Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: રોકાણકારોમાં ફફડાટ, ચાંદીના ભાવમાં ગાબડું; જાણો આજના લેટેસ્ટ ભાવ
India Chabahar Port Decision 2026: શું ભારત પાછું હટ્યું? ચાબહાર બંદર માટે બજેટમાં શૂન્ય ફાળવણી, અમેરિકાનું દબાણ કે વ્યૂહાત્મક ફેરફાર? જાણો અંદરની વાત
Exit mobile version