Site icon

​​​​​​​મુંબઈમાં ઘર ખરીદનારાઓ માટે બને હાથમાં ફાયદો.. 1000 જેટલા બિલ્ડરો આપી રહયાં છે ઝીરો સ્ટેમ્પ ડ્યુટીની ઓફર.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

24 નવેમ્બર 2020

જો તમે પોતાના રહેવા માટે સસ્તુ અને બજેટમાં ઘર ખરીદવાનું વિચારી રહયાં છો તો હજી તમારી પાસે 31 ડિસેમ્બર સુધીનો સમય છે. મુંબઈમાં અને મહા. રિયલ્ટર્સ બોડી નારેડકો ( NAREDCO )ના મહારાષ્ટ્રના અધ્યક્ષએ જણાવ્યું છે કે 1000 જેટલા બિલ્ડરો તેમની સંસ્થાના સભ્યો છે, તેઓએ વેચાણ વધારવા માટે ઘર ખરીદદારો વતી પોતે સ્ટેમ્પ ડ્યુટી ભરશે. આ યોજના ડિસેમ્બરના -અંત સુધીમાં ચાલુ રહેશે..

રાજ્ય સરકાર દ્વારા મોટા શહેરોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં 2 થી 3-. ટકાનો ઘટાડો કર્યા બાદ નારેડકો-મહારાષ્ટ્રએ સપ્ટેમ્બરમાં ઓક્ટોબર સુધી સ્ટેમ્પ ડ્યુટી વહન કરવાની જાહેરાત કરી હતી. એસોસિએશને હવે આ ઓફરને 2020ના -અંત સુધી લંબાવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શૂન્ય-સ્ટેમ્પ ડ્યુટીના કારણે ઓગસ્ટ 2020 થી ઓક્ટોબર 2020 સુધીમાં મુંબઈમાં  રહેણાંક- સ્થાવર મિલકતોના વેચાણમાં 300 ટકાનો વધારો થયો છે.

આ ક્ષેત્રના નિષ્ણાત ના જણાવ્યું મુજબ, ઘરના ખરીદદારો અને બિલ્ડરો, બંને માટે આ જીત છે, કારણ કે શૂન્ય-સ્ટેમ્પ ડ્યુટીને કારણે મહારાષ્ટ્રમા વધુ ઘર ખરીદદારોને લાભ મળશે. તેમજ ઝડપી ઇન્વેન્ટરી ટર્નઓવરની ખાતરી રહેશે અને લાંબા ગાળે આ વલણ ચાલુ રહેશે.

Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version