Site icon

જીએસટી વિભાગ નો સપાટો : તપાસ મોહિમના પ્રથમ સપ્તાહમાં 10,000 ફ્રોડ GST નોંધણીઓ પકડાઈ ગઈ. હવે મોટી કાર્યવાહી થશે….

ઘણા કિસ્સાઓમાં, અધિકારીઓએ GST નોંધણી મેળવવા માટે વ્યવસાયના મુખ્ય સ્થળના પુરાવા તરીકે બનાવટી વીજ બિલ, મિલકત વેરાની રસીદો અને ભાડા કરારનો ઉપયોગ કર્યો હોવાનું જણાયું હતું.

10000 Fraud GST numbers caught on first week of GST raid

10000 Fraud GST numbers caught on first week of GST raid

News Continuous Bureau | Mumbai

કેન્દ્ર અને રાજ્યના માલ અને સેવા કર અધિકારીઓએ સંયુક્ત અભિયાનના પ્રથમ સપ્તાહમાં લગભગ 10,000 નકલી GST નોંધણીઓ શોધી કાઢી છે . વિગતોથી વાકેફ લોકોએ જણાવ્યું હતું કે, અધિકારીઓ કોઈપણ કાર્યવાહી શરૂ કરતા પહેલા સરનામાની ડોર ટુ ડોર ભૌતિક ચકાસણી કરી રહ્યા છે. બનાવટી ઇન્વોઇસ અને રજિસ્ટ્રેશન સામેની ઝુંબેશ 15 મેથી શરૂ થઈ હતી અને 15 જુલાઈ સુધી ચાલશે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે જીએસટી વિભાગે નિર્ણય લીધો હતો કે અનેક બનાવટી જીએસટી એકાઉન્ટને કારણે સરકારને રેવન્યુમાં મોટો નુકસાન જઈ રહ્યું છે. આ લીકેજને પકડવા માટે પ્રત્યેક જીએસટી રજીસ્ટ્રેશનના સરનામા પર જઈને તપાસ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય હેઠળ જીએસટી ના અધિકારીઓ અનેક જગ્યાએ પહોંચી ગયા હતા તેમ જ જીએસટી એકાઉન્ટની તપાસ કરી હતી. ઉલ્લેખનીય છે કે બનાવટી જીએસટી એકાઉન્ટ થકી ખોટા બિલો બનાવીને સરકારી રેવન્યુ ડુબાડવાનું કારસ્તાન અનેક જગ્યાએ ચાલુ હતું.

જીએસટી વિભાગ એ ભૂતકાળમાં અનેક જગ્યાએ દરોડા પાડીને ગોટાળા નો પડદાફાશ કર્યો છે. પરંતુ છેલ્લા અમુક સમયથી દેખાઈ રહ્યું હતું કે બનાવટી કંપની બનાવવાનો વેપલો મોટા પાયે વધી ગયો છે. આ જાળને તોડવા માટે જીએસટી અધિકારીઓ દ્વારા અનેક જગ્યાએ રેડ પાડવામાં આવી રહી છે. આગામી ત્રણ મહિના સુધી આ મોહીમ ચાલુ રહેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે મોટી સંખ્યામાં ફ્રોડ પકડાશે.

આ સમાચાર પણ વાંચો : નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન: 20 પક્ષોએ કહ્યું કે તેઓ બહિષ્કાર કરશે, 17 હાજર રહેશે. જાણો કયા પક્ષોએ ઇતિહાસના સાક્ષી બનવાની ના પાડી.

UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Mohan Bhagwat: વડાપ્રધાન મોદીએ સરસંઘચાલક મોહન ભાગવતના ૭૫મા જન્મદિવસ પર લખ્યો પત્ર, જાણો શું કહે છે રાજકીય વિશ્લેષકો
Make in India Maharashtra: ‘મેક ઇન ઇન્ડિયા’ને બળ: મહારાષ્ટ્રમાં વિદેશી કન્સલટન્સી પર પ્રતિબંધ, સ્થાનિક કંપનીઓને તક
Share Market: શેરબજારમાં તેજીનો પ્રારંભ: મામૂલી ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીએ પકડી રફ્તાર
Exit mobile version