Site icon News Continuous Bureau | Mumbai

સેન્સેક્સની સિક્સર! ઈતિહાસમાં પ્રથમ વખત 60 હજારને પાર થયો બંધ, રોકાણકારોની સંપત્તિમાં થયો અધધ આટલા લાખ કરોડનો વધારો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

ભારતીય શેરબજારમાં ભભૂકી રહેલી તેજીથી રોકાણકારો માલામાલ થઈ રહ્યા છે.

માર્ચ 2020માં શેરબજાર પછડાયા બાદ અત્યાર સુધીમાં તેમાં 158 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. 

સેન્સેક્સ 60000ની ઐતહાસિક સપાટી આજે પાર કરી ગયો છે અને આ દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં રેકોર્ડ 161.27 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. 

આ સાથે જ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ કેપ વધીને 263 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. 

ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટ બાદ સેન્સેક્સ ગયા વર્ષે ગગડીને 26000 પર પહોંચી ગયો હતો અને તે સમયે કંપનીઓની માર્કેટ કેપ પણ ઘટીને 101.6 લાખ કરોડ પર પહોંચી ગઈ હતી.

કોરોનાના કારણે કેન્દ્ર સરકારે દેશ વ્યાપી લોકડાઉનની જાહેરાત કર્યા બાદ ગયા વર્ષે શેર બજાર ગગડ્યું હતુ અને હવે શેરબજાર કુદકે ને ભૂસકે ઉપર જઈ રહ્યુ છે. જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં પણ ભારે વધારો થયો છે.

આજે PM મોદીની યુએસ રાષ્ટ્રપતિ સાથે થશે મુલાકાત, શું થશે વાત?, બંને નેતાઓની મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર

QR Code ReKYC Deadline સાવધાન વેપારીઓ! 15 સપ્ટેમ્બર નજીક આવતાં જ QR કોડ બંધ થવાની ભીતિ, તાત્કાલિક કરો આ કામ
India Becomes Europe Largest Diesel Supplier ભારતે અમેરિકારશિયાને પછાડ્યા યુરોપ માટે ડીઝલનો સૌથી મોટો સપ્લાયર બન્યો ભારત…
LPG eKYC Deadline LPG eKYC ની છેલ્લી તારીખ પૂર્ણ હવે ગેસ સિલિન્ડર કેવી રીતે મળશે? જાણો બુકિંગ અને સબસિડીના નવા નિયમો
India Forex Reserves All Time High વૈશ્વિક તણાવ વચ્ચે ભારતની ઐતિહાસિક સિદ્ધિ વિદેશી મુદ્રા ભંડાર સર્વકાલીન ઉચ્ચ સ્તરે, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version