Site icon News Continuous Bureau | Mumbai

હવે ઓનલાઇન ગેમિંગ અને કેસિનો પર આટલા ટકા ટેક્સ લાદવાની સરકારની યોજના- GST કાઉન્સિલની બેઠકમાં લેવાશે નિર્ણય-જાણો વિગત

Maharashtra Assembly Monsoon Session 2023: No entry for 'Casino' in the state... The state government will bring a new bill..

Maharashtra Assembly Monsoon Session 2023: No entry for 'Casino' in the state... The state government will bring a new bill..

News Continuous Bureau | Mumbai 

આ સપ્તાહની GST કાઉન્સિલની બેઠકમાં(GST Council meeting) ઓનલાઈન ગેમિંગ(Online gaming), કેસિનો(Casino) અને હોર્સ રેસિંગની(Horse racing) કુલ આવક પર 28 ટકા GST લાદવાની દરખાસ્ત પર ચર્ચા થવાની અપેક્ષા છે. આ અહેવાલ મેઘાલયના મુખ્યમંત્રી(Meghalaya CM) કોનરાડ કોંગકલ સંગમાની(Conrad Kongkal Sangma) અધ્યક્ષતામાં રચાયેલા મંત્રીઓના જૂથ (GoM) દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ચંદીગઢમાં 28-29 જૂને યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં અહેવાલ પર ચર્ચા થવાની શક્યતા છે.

Join Our WhatsApp Channel

ઓનલાઈન ગેમિંગના સંપૂર્ણ મૂલ્ય પર ટેક્સ લાગવો જોઈએ,એમ GOM એ તેના રિપોર્ટમાં ભલામણ કરી છે. આમાં ખેલાડીઓ દ્વારા રમતોમાં ભાગ લેવા માટે ચૂકવવામાં આવતી પ્રવેશ ફીનો(Entrance fee) સમાવેશ થશે. ઉપરાંત, હોર્સ રેસિંગના કિસ્સામાં, સટ્ટાબાજી માટે એકત્રિત કરવામાં આવેલી સંપૂર્ણ રકમ પર જીએસટી વસૂલવો જોઈએ, એમ અહેવાલમાં જણાવાયું છે.

કેસિનોમાં ખેલાડી દ્વારા ખરીદેલ ચિપ્સ/સિક્કા પર સંપૂર્ણ ફેસ વેલ્યુ પર ટેક્સ લાગશે. રિપોર્ટમાં એવી પણ ભલામણ કરવામાં આવી છે કે GoM કેસિનો એન્ટ્રી ફી પર 28 ટકા GST લાદશે.

આ સમાચાર પણ વાંચો : હવે સોનાનો ભાવ ઉછળશે- આ કારણ છે જવાબદાર- જાણો વિગત

ગયા વર્ષે મે મહિનામાં, સરકારે કેસિનો, ઓનલાઈન ગેમિંગ પોર્ટલ અને હોર્સ રેસિંગ પર GSTનું મૂલ્યાંકન કરવા માટે મંત્રીઓની એક સમિતિની રચના કરી હતી. હાલમાં, કેસિનો, હોર્સ રેસિંગ અને ઓનલાઈન ગેમિંગ સેવાઓ 18 ટકા જીએસટીને આધીન છે.

નિષ્ણાતોના કહેવા મુજબ ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનો પર 28 ટકા ટેક્સ વસૂલવાની સાથે જ આ સેવાઓ મસાલા, તમાકુ અને આલ્કોહોલને(Tobacco and alcohol) સમાન થઈ જશે હશે. તેથી તેને હવે વ્યસની તરીકે ગણવામાં આવશે. કુલ આવક પર નેટ વેલ્યુ એડિશનને(Net Value Edition) બદલે ઓનલાઇન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનો પર ટેક્સ લગાવવો વૈશ્વિક ટેક્સ સિસ્ટમ(Global tax system) સાથે સુસંગત રહેશે નહી. આનાથી થોડા સમય માટે આવકમાં વધારો થઈ શકે છે. પરંતુ, લાંબા ગાળે મોટા પાયે કાળું નાણું જનરેટ થવાની શક્યતા છે. કારણ કે તે કરચોરી માટે અસંગઠિત ક્ષેત્ર તરફ દોરી જશે.
 

Gold and Silver Rates ધનતેરસ પર સોનાચાંદીના ભાવમાં મોટો ઉછાળો, જાણો દિલ્હીથી લઈને પટના સુધી શું છે લેટેસ્ટ રેટ
Sugar Prices તહેવારની સિઝનમાં સામાન્ય જનતા પર બોજ એક જ મહિનામાં ખાંડ થઈ મોંઘી, જુઓ છૂટક બજારના નવા ભાવ
Gold Silver Price Rally In Futures Market MCX પર કિંમતી ધાતુઓમાં તોફાની તેજી, ” સોનું ₹૭ હજાર અને ચાંદી ₹૧૩ હજારથી વધુ ઉછળી; જાણો આજના લેટેસ્ટ રેટ
Abolishing LTCG To Cause 50000 Crore Revenue Loss જો LTCG ટેક્સ નાબૂદ થશે તો સરકારને ₹૫૦,૦૦૦ કરોડની આવક ગુમાવવી પડશે SBI રિસર્ચનો ચોંકાવનારો રિપોર્ટ
Exit mobile version