Site icon

કોણે કીધું ભાઈ મંદી છે? પેટ્રોલના ભાવ વધ્યા, બેરોજગારી વધી જેવા આરોપ વચ્ચે આટલા હજાર વાહન વધુ વેચાયા. થયું બંપર વેંચાણ…. જાણો વિગત….

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

02 માર્ચ 2021

એક તરફ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે બેરોજગારી વધી ગઈ છે, તેમજ કોરોના ને કારણે મંદી છે. પરંતુ બીજી તરફ પ્રોપર્ટીમાં ઐતિહાસિક વેચાણ વધારો આવ્યો છે ત્યારે બીજી તરફ વાહનોમાં પણ ઐતિહાસિક વેચાણ વધારો આવ્યો છે. આમ પરસ્પર વિરોધી પ્રવાહો જોવામાં આવી રહ્યા છે.ફેબ્રુઆરી મહિનામાં ભારત દેશમાં આશરે 3,08,000 ગાડી નું વેચાણ થયું.  આ વેચાણ ગત વર્ષના ગાળાની તુલનામાં ૨૩ ટકા વધુ છે. તેમજ વાર્ષિક ધોરણે આ વધારો ૮ ટકા વધુ છે. મારુતિ, હ્યુન્ડાઈ અને ટાટા આ ત્રણેય કંપનીઓએ જોરદાર વેચાણ કર્યું છે. 

જો કે લોકોના વાહન ખરીદવાના મામલે એક નવું વલણ સ્પષ્ટ થયું છે. લોકો મોટી ગાડીઓ ના સ્થાને નાની ગાડીઓ તેમજ અંગત વાહન વધુ ખરીદી રહ્યા છે. આવું કદાચ એટલે બન્યું હશે કારણ કે સાર્વજનિક વાહનોમાં અત્યારે ખૂબ ભીડ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિમાં લોકો પોતાના વાહન ખરીદવા મજબૂર થયા હોય તેવી પણ શક્યતા છે.

Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Exit mobile version