Site icon

રોકાણકારોની ચિંતામાં વધારો!! IPO લાવનારી 50માંથી 36 કંપનીના શેરના ભાવ ગગડયા.. જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

જાણીતી કંપનીઓના IPOમાં રોકાણ કરવાનું વધી ગયું છે. તેમાં પણ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનાઓમાં IPO માટે ઐતિહાસિક સાબિત થયો છે. અત્યાર સુધી કુલ 50 કંપનીઓ બજારમાંથી લગભગ 1.15 લાખ કરોડ રૂપિયાનું ફંડ IPOથી ભેગું કર્યું છે. પરંતુ તેમાંથી મોટાભાગના IPOમાં રોકાણ કરનાઓને નિરાશ થવાનો વખત આવ્યો છે. 

મુખ્યત્વે પેટીએમ અને ઝોમેટો જેવી અગ્રણી કંપનીઓના IPOમાં રોકાણ કરનારાઓને ભારે નિરાશ થવું પડયું છે. લિસ્ટિંગમાં બાદ તેના શેરના ભાવ ગગડી ગયા છે અને રોકાણકારોની અપેક્ષા મુજબ તેમને ફાયદો થયો નથી.

આ સમાચાર પણ વાંચો :  બંગડીના ઉત્પાદકોનો હડતાળ નિર્ણય આશ્ચર્યજનક, સરકાર સાથે વાતચીત કરીને ઉકેલ લાવવાની CAITએ આપી સલાહ. જાણો વિગતે

પ્રાઈમ ડેટાબેઝના આંકડા અનુસાર 50માંથી 36 કંપનીઓના સ્ટોક લિસ્ટિંગ પ્રાઈસ સામે ઘટી ગયા છે. જે રોકાણકારોએ IPOના લોન્ચિંગ સમયે રોકાણ કર્યું હતું. તેઓને ખોટ ગઈ છે. તેમાં 36માંથી 22 IPO ઈશ્યુ પ્રાઈઝ સામે ઓછું રિટર્ન આપી રહી છે. 

ગયા વર્ષે આવેલા મોટાભાગના IPOની કિંમત વધુ હતું. જો બજારમાં તેજીને કારણે ઓવરવેલ્યુએશન ધરાવતા IPO પણ ઓવર સબસ્ક્રાઈબ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં મંદીના સમયગાળામાં તેની કિંમતમાં ઘટાડો થાય છે. ઝોમેટો, પેટીએમ કંપનીઓ IPO લાવી ત્યારે મોટી સંખ્યામાં તેમા લોકોએ રોકાણ કર્યું હતું, પંરતુ તે હજી સુધી પોતાના રોકાણકારોને નફો કરાવી શકી નથી.

UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Anil Ambani: અનિલ અંબાણી ગ્રુપ પર ઇડીની મોટી કાર્યવાહી, આટલા કરોડ રૂપિયાની ૪૦ થી વધુ સંપત્તિઓ જપ્ત
Exit mobile version