Site icon

જિયો ટ્રુ5G અને જિયો ટ્રુ5G-પાવર્ડ વાઈ-ફાઈ નાથદ્વારામાં લાઈવ થયું

દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસી પછી જિયો ટ્રુ 5Gએ ચેન્નાઈમાં વિસ્તરણ કર્યું

મુંબઈ, 22 ઓક્ટોબર, 2022 – તમામ વપરાશકારોને 5G સુવિધાઓ પૂરી પાડવા માટે રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે (જિયો) આજે જાહેરાત કરી છે કે તે મહત્તમ લોકોની અવરજવરવાળા વિસ્તારો જેવા કે શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, રેલવે સ્ટેશન્સ, બસ સ્ટેન્ડ્સ, કોમર્શિયલ હબ્સ અને અન્ય વિસ્તારોમાં જિયો ટ્રુ 5G-સંચાલિત વાઈ-ફાઈ સેવાઓને રજૂ કરી રહી છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા તથા વારાણસીમાં તાજેતરમાં લોન્ચ કરાયેલી જિયો વેલકમ ઓફર ઉપરાંત આ જિયો ટ્રુ5G સર્વિસ શરૂ કરવામાં આવી છે. બીજા શહેરોમાં પણ આ સર્વિસ લાઈવ કરવા અને ટ્રુ5G-રેડી હેન્ડસેટ્સની ઉપલબ્ધતા વધારવા માટે જિયોની ટીમ દિવસરાત કામ કરી રહી છે.

Join Our WhatsApp Community

જિયો ટ્રુ5G સર્વિસીઝની સાથે શુભારંભ કરતાં જિયોએ રાજસ્થાનના નાથદ્વારામાં જિયો ટ્રુ5G પાવર્ડ વાઈ-ફાઈ સર્વિસીસનો આજથી પ્રારંભ કર્યો છે.

જિયો વેલકમ ઓફર પિરિયડ દરમિયાન જિયો યુઝર્સ કોઈપણ જાતના ચાર્જ વિના આ સર્વિસ મેળવી શકશે, નોન-જિયો કસ્ટમર્સ ફુલ અને અનલિમિટેડ સર્વિસ અનુભવ મેળવવા જિયો તરફ શિફ્ટ થાય તે પહેલાં પણ આ સર્વિસ અજમાવી શકશે. જિયોના મૂળભૂત સિદ્ધાંતોને વરેલી તેની ‘વી કેર’ ફિલોસોફીનું આ વધુ એક મૂર્ત સ્વરૂપ છે.

રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન શ્રી આકાશ એમ અંબાણીએ જણાવ્યું હતું કે માનવતાની સેવા એ ભારતીય સંસ્કૃતિના સૌથી પ્રિય પાસાં પૈકીનું એક છે, જેના મૂળ આપણી સામાજિક-ધાર્મિક પરંપરાઓમાં જોવા મળે છે.

અગાઉ કહ્યું તેમ 5G સર્વિસ ખાસ લોકો માટે જ અથવા મોટા શહેરોમાં રહેતા લોકો માટે જ હોઈ શકે નહીં. તે દરેક નાગરિક, દરેક ઘર અને દરેક વ્યવસાય માટે ઉપલબ્ધ થવી જોઈએ. ભારતના દરેક નાગરિકને જિયો ટ્રુ5G સાથે આ સર્વિસ માટે સક્ષમ બનાવવાની દિશામાં આ એક પગલું છે.

આજે અમે શ્રીનાથજી ભગવાનના મંદિર અને પવિત્ર શહેર નાથદ્વારા ખાતે પ્રથમ ટ્રુ5G-એનેબલ્ડ વાઈ-ફાઈ સર્વિસનો પ્રારંભ કર્યો છે. આ સાથે અમે બીજા અનેક આવા સ્થળોએ આ સર્વિસ શરૂ કરીશું અને તેમને અમારી સેવાઓનો પ્રયોગ કરવાની તક આપીશું. આ ઉપરાંત, અમે ચેન્નાઈને જિયો ટ્રુ5G વેલકમ ઓફરમાં સમાવિષ્ટ થનારા વધુ એક શહેર તરીકે આવકારીએ છીએ.”

તાજેતરના લોન્ચ દરમિયાન આપેલા વચન મુજબ જિયો ટ્રુ5G વધુ શહેરોમાં વિસ્તરણ કરશે અને ચેન્નાઈ જિયો વેલકમ ઓફરમાં સમાવિષ્ટ થનારું નવું શહેર છે. ચેન્નાઈમાં આમંત્રિત જિયો યુઝર્સ એક જીબીપીએસ સુધી અનલિમિટેડ 5G ડેટાનો ઉપયોગ કરી શકશે અને જિયોટ્રુ5Gનો અનુભવ કરી શકશે.

Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Exit mobile version