Site icon

આશ્ચર્યમ / સૌથી મોંઘો વેચાયો વિશ્વનો દુર્લભ ‘પિંક’ ડાયમંડ, ખુબસુરતીની સાથે કિંમત પણ ઉડાવી દેશે હોશ

55-Carat Ruby, Rare Pink Diamond Fetch Nearly 35 Million Each At Auction

આશ્ચર્યમ / સૌથી મોંઘો વેચાયો વિશ્વનો દુર્લભ 'પિંક' ડાયમંડ, ખુબસુરતીની સાથે કિંમત પણ ઉડાવી દેશે હોશ

News Continuous Bureau | Mumbai

World Most Valuable Diamond: હાલમાં જ વિશ્વનો સૌથી દુર્લભ ડાયમંડનું વેચાણ થયું છે, જેની કિંમત જાણીને તમારો હોશ ઉડી જશે. 55.2 કેરેટના આ દુર્લભ ડાયમંડની ન્યૂયોર્કમાં હરાજી કરવામાં આવી હતી. સીએનએનના અહેવાલ મુજબ, આ ડાયમંડ ( Rare Pink Diamond Auction) ઓક્શનમાં વેચાયેલો તેના પ્રકારનો સૌથી મોટો અને સૌથી મૂલ્યવાન રત્ન બની ગયો છે.

આ ડાયમંડની હરાજી આ મહિનાની શરૂઆતમાં થઈ હતી. એક વર્ષ કરતાં પણ ઓછા સમય પછી, કેનેડાની ફર્મ ફ્યુરા જેમ્સે તેને આફ્રિકાના મોઝામ્બિકમાં કંપનીની એક ખાણમાં શોધી કાઢ્યું હતું. તેની સાથે, અન્ય ગુલાબી હીરાની પણ સોથેબીના મેગ્રિફિસેન્ટ જ્વેલ્સમાં 30 મિલિયન ડોલરથી વધુની કિંમતમાં હરાજી કરવામાં આવી હતી.

દુર્લભ ‘પિંક’ ડાયમંડે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ફેન્સી અને પિંક કલરના આ ડાયમંડે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ છે દુનિયાનો સૌથી મોંઘો હીરો, જે કરોડોમાં વેચાયો છે. આ ડાયમંડને 34.8 મિલિયન ડોલર એટલે કે લગભગ 287 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યો છે, જેને “ધ એટરનલ પિંક” નામ આપવામાં આવ્યું છે. હરાજી પહેલા આ ડાયમંડ લગભગ 35 મિલિયન ડોલરમાં વેચાયાનો અંદાજ હતો.

આ સમાચાર પણ વાંચો : Biporjoy Cyclone : ચક્રવાત બિપરજોયની એર ફ્લાઈટ પર અસર, મુંબઈ એરપોર્ટનો રનવે કરાયો બંધ, આ એરલાઇનની ફ્લાઈટ્સ થઇ કેન્સલ

2019 માં વેચાયું હતું સૌથી મોંઘુ ડાયમંડ

તે જ સમયે, આ ડાયમંડ પહેલા જાંબલી-ગુલાબી હીરાનો અગાઉનો રેકોર્ડ 2019 માં બન્યો હતો. જ્યારે હોંગકોંગમાં સોથેબીમાં 10.64 કેરેટનો હીરો 19.9 મિલિયન ડોલરમાં વેચાયો હતો. ફોર્બ્સ મુજબ, તે સમયે તે અન્ય રત્નોની તુલનામાં સૌથી મોંઘો અને મૂલ્યવાન રત્ન હતો.

કોણે કરી હતી તેની શોધ

“ધ એટરનલ પિંક”ની શોધ બોત્સ્વાનામાં દમાત્શા ખાણ ખાતે ડી બીયર્સે કરી હતી. તેનું નામ એસ્ટ્રેલા ડી ફુરા છે, જેનો અર્થ પોર્ટુગીઝમાં સ્ટાર ઓફ ફ્યુરા થાય છે. સોથબી (Sotheby’s) એ તેને બજારમાં આવનાર અત્યાર સુધીનો સૌથી તેજસ્વી ગુલાબી ડાયમંડ તરીકે વર્ણવ્યો છે. આ સાથે તેને સૌથી મૂલ્યવાન રત્ન તરીકે પણ નામ આપવામાં આવ્યું છે.

Exit mobile version