Site icon

રાજ્યની 25 હજાર કંપનીઓમાં ઉત્પાદન શરૂ, 6 લાખ મજૂરો કામે ચઢયા, મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાનનો દાવો

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

મુંબઈ 

Join Our WhatsApp Community

11 મે 2020 

રાજ્યમાં 25,000 કંપનીઓનું ઉત્પાદન શરૂ થયું છે. જે માટે  6 લાખ કામદારોની ભરતી કરવામાં આવી હોવાનો દાવો પણ ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઇ દ્વારા કરવામાં આવ્યો હતો.  કોરોનાના સંકટથી વિશ્વભરના ઉદ્યોગો અને વેપાર લકવાગ્રસ્ત થઈ ગયા છે. તેની રાજ્ય પર પણ વિપરીત અસર પડી છે. જોકે, ઉદ્યોગ વિભાગે સમયસર નક્કર પગલા લીધા હોવાથી ઉદ્યોગ ક્ષેત્રમાં સુધાર જોવા મળી રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું હતું કે રેડ ઝોનને બાદ કરતાં, રાજ્યમાં અત્યાર સુધીમાં 57,745 ઉદ્યોગોને પરવાનગી આપવામાં આવી છે અને 25,000 કંપનીઓએ તેનું ઉત્પાદન શરૂ પણ કર્યું છે. નિશ્ચિત વીજળી બિલ અંગે ઉર્જા પ્રધાન સાથે બેઠક યોજાઈ છે અને જેટલી વીજળીનો ઉપયોગ કરવામાં આવશે તેટલો જ ચાર્જ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત લોનના હપ્તાઓની ચુકવણી માટે પણ છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રાજ્યના નાના ઉદ્યોગો માટે નાણાકીય પેકેજની જાહેરાત કરશે. લૉનનું કામ અંતિમ તબક્કામાં છે એમ પણ સુભાષ દેસાઈ આ એ જણાવ્યું હતું..

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version