News Continuous Bureau | Mumbai
દેશમાં કોરોના કાળના(Corona period) અંત બાદ અર્થતંત્રમાં રીકવરીના સંકેત વચ્ચે એક તરફ ફુગાવાની ચિંતા છે અને બીજી તરફ આ સ્થિતિનો મુકાબલો કરવા માટે ભારત સહિતની વિશ્વની બેન્કો વ્યાજદરમાં વધારો કરી રહી છે, જેના કારણે માંગ પર અસર થશે અને વિશ્વમાં મંદીના પણ ભણકારા છે. જેની સૌથી મોટી અંતર રીયલ એસ્ટેટ ક્ષેત્ર પર પડી છે અને દેશભરમાં રીયલ એસ્ટેટ પાસે ૭.૮૫ લાખ ઘરો વેચાયા વગરના પડયા છે. જે વેચાતા પૂરા ૩૨ માસ લાગી શકે છે.
પ્રોપરાઈટરના એક રિપોર્ટ મુજબ આમ્રપાલી, જેવી ઇન્ફ્રાટેક તથા યુનિટેક સહિતના અનેક મોટા બિલ્ડર્સ ડિફોલ્ટ થતા દિલ્હી અને એનસીઆરમાં ૧ લાખથી વધુ ઘરો વેચાયા વગરના છે જે સ્ટોક પૂરો કરતા પાંચ વર્ષનો સમય લાગશે અને દેશમાં સપ્ટે. ૨૨માં ૭.૮૫ લાખ ઘરો જે વેચાયા વગરના પડયા છે. તેમાં વધારો થતો જાય છે. ઓગષ્ટ માસમાં આ સંખ્યા ૭.૬૩ લાખની હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ NCBની મોટી કાર્યવાહી- ગુજરાત અને મુંબઈમાંથી અધધ આટલા કરોડનું 60 કિલો MD ડ્રગ્સ કર્યું જપ્ત- જુઓ વિડીયો
અમદાવાદમાં ૬૫૧૬૦ આવાસ વેચાયા વગરના છે જે ૩૦ માસનો સ્ટોક હોવાનું માનવામાં આવે છે. મુંબઈમાં કરોડોની કિંમતના પોશ આવાસ વેચાય છે પણ મધ્યમ કિંમતના ૨.૭૨ લાખ ફલેટ ખાલી છે. જે ૩૩ માસનો સ્ટોક છે. જોકે હવે રેડી ટુ મુવ હાઉસીંગ સેગમેન્ટમાં માંગ વધુ છે. લોકો લાંબી રાહ જોવા તૈયાર નથી.
