ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 27 ફેબ્રુઆરી 2022,
રવિવાર,
નવી દિલ્હીમાં કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(CAIT)નાું રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે, જેમાં GSTની જટિલતાઓ પર નિર્ણાયક સંઘર્ષ કરવાનો સમય આવી ગયો હોવાને મુદ્દે દેશભરના વેપારીઓએ સર્વસંમત થયા હતા. તેમાં બહુમતીએ તેમણે નિર્ણય લીધો હતો કે જો આ ગૂંચવણો દૂર કરવામાં નહીં આવે તો CAIT 20 માર્ચ પછી આંદોલન કરશે.
CAITના દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ માં કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાન મુદ્રા લોનના નામે બેંકો જરૂરિયાતમંદ વેપારીઓને હેરાન કરી રહી છે. મુદ્રા લોન આપવામાં આવતી નથી, બેંકિંગ સિસ્ટમમાં એટલા બધા ચાર્જ લગાવવામાં આવ્યા છે કે બેંકિંગ ખર્ચમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આવકવેરામાં કરવામાં આવેલી નવી જોગવાઈઓ નાબૂદ કરવી જોઈએ. CAITના પદાધિકારીના કહેવા મુજબ હવે વેપારી સંઘર્ષની તૈયારી કરી રહ્યા છે.
નોવાક જોકોવિચે નંબર 1ની ખુરશી ગુમાવી, ‘બિગ ફોર’ નુ શાસન સમાપ્ત, આ યુવા ટેનિસ સ્ટાર નવો બાદશાહ
વેપારીઓએ ખાદ્ય સુરક્ષા અધિનિયમમાં ફેરફારની માંગ કરી હતી અને સરકારને આપણા બધાની વચ્ચે વેપાર કરવાની સરળ રીત રજૂ કરવા જણાવ્યું હતું જેથી કરીને ઉદ્યોગપતિઓ ભારતના અર્થતંત્રમાં યોગદાન આપી શકે. જોકે સરકાર હજી સુધી વેપારીઓની માગણી સ્વીકારવાના મુડમાં જણાતી નથી. જોકે વેપારી સંસ્થાના પ્રયાસ ચાલુ રહેશે એવો દાવો CAIT દ્વારા કરવામાં આવ્યો હતો.