Site icon

હવે નોન બ્રાંડેડ ફૂડ પર પણ GST લાગશે- સરકારી સમિતિની ભલામણ પછી વેપારીઓ નારાજ-જાણો શું થયું

News Continuous Bureau | Mumbai 

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દરોની સમીક્ષા કરી રહેલા મંત્રીઓના જૂથ (GoM) એ અનરજિસ્ટર્ડ બ્રાન્ડ્સ(Unregistered brands) હેઠળ વેચાતા પેકેજ્ડ ફૂડ આઇટમ્સ(Packaged food items) માટે GSTમાં 5 ટકા મળતી છૂટને હટાવવાનો નિર્ણય લીધો છે. ત્યારે વાશીમાં(Vashi) એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી મુંબઈ (APMC) ના અનાજ બજારના(Grain market) વેપારીઓએ(Traders) નોંધણી વગરની બ્રાન્ડ્સ પર 5% GST લાદવાના પગલાનો વિરોધ કર્યો છે. તેમના કહેવા મુજબ આ પગલાને કારણે આગામી દિવસોમાં મોંઘવારી હજી વધશે.

Join Our WhatsApp Community

APMCના વેપારી વર્ગના કહેવા મુજબ આ નિર્ણયની અસર નાના વેપારીઓ અને છેવટે સામાન્ય લોકોની જેમ અંતિમ વપરાશકારોને થશે. તે ફુગાવા પહેલાથો ઊંચો છે જે હજુ વધશે.

આ પગલાનો વિરોધ કરવા માટે અનાજ, ચોખા અને તેલીબિયાં મર્ચન્ટ્સ એસોસિએશન (GROMA) અન્ય રાજ્યોના વેપારી સંગઠનોના(trade associations of the states) સંપર્કમાં હોવાનું કહેવાય છે. ગયા અઠવાડિયે, ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દરોની સમીક્ષા કરી રહેલા મંત્રીઓના જૂથ (GoM) એ જો અનરજિસ્ટર્ડ બ્રાન્ડ્સ હેઠળ વેચાય તો પેકેજ્ડ ખાદ્ય ચીજો માટે મુક્તિ દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. હવે, આ વસ્તુઓ પર બ્રાન્ડેડ ખાદ્ય પદાર્થોની જેમ 5% GST લાગશે.

આ સમાચાર પણ વાંચો ભારતીય પોસ્ટ યૂઝર્સ માટે સારા સમાચાર -ટૂંક સમયમાં WhatsApp પર આવશે તેની બેંકિંગ સેવા- જાણો વિગતે

GROMA, નવી મુંબઈના સેક્રેટરી ભીમજી ભાનુશાળીએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી નાના વેપારીઓ અને સામાન્ય લોકો પર ગંભીર અસર પડશે. આ નિર્ણયથી  લગભગ તમામ ખાદ્ય ચીજવસ્તુઓ, ખાસ કરીને અનાજમાં ઓછામાં ઓછો 5 ટકાનો વધારો જોવા મળશે.  મોટા ભાગનું અનબ્રાન્ડેડ(Unbranded) અનાજ મધ્યમ વર્ગ(middle class) દ્વારા અને આર્થિક રીતે નબળા વર્ગો દ્વારા ખરીદવામાં આવે છે.

ભીમજી ભાનુશાળીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં લગભગ 360 માર્કેટ યાર્ડ એક મીટિંગ કરશે અને જો જરૂર પડશે, તો  આ પગલાનો વિરોધ કરવા બજાર બંધ કરશું.

 ખાદ્ય તેલ ટ્રેડર્સ એસોસિયેશન (EOTA) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના(Federation of All India Traders) મુંબઈના અધ્યક્ષ  શંકર ઠક્કરે જણાવ્યું હતું કે આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે આખો દેશ મોંઘવારી હેઠળ દબાયેલો છે. આનાથી મોંધવારી હજી વધશે. અમે નિર્ણયનો સખત વિરોધ કરીએ છીએ.  ભૂતપૂર્વ નાણામંત્રી(Former Finance Minister) સ્વર્ગસ્થ અરુણ જેટલીએ(Arun Jaitley) બિન-બ્રાન્ડેડ અનાજ અને કઠોળને આવશ્યક વસ્તુઓમાં સામેલ કરીને સંપૂર્ણ છૂટ આપી હતી. આ નિર્ણય મોટી માર્કેટિંગ કંપનીઓ(Marketing companies) અથવા કોર્પોરેશનોની તેમના પાવર મની સાથે ઈજારો સ્થાપિત કરશે. તો નાના વેપારીઓ આર્થિક રીતે પાયમાલ થઈ શકે છે. તેમના ધંધાને નુકસાન થઈ શકે છે. નાના વેપારીઓ કે જેઓ શહેરોથી નાના ગામડાઓ સુધીના ગ્રાહકોને પૂરા પાડે છે તેઓ હવે ટકી શકશે નહીં અને આ મર્યાદિત આવક પર જીવતા સામાન્ય લોકો પર અસર કરશે. નોન-બ્રાન્ડેડ વસ્તુઓ પર GSTની આ જોગવાઈ વધુ બેરોજગારી ઉભી કરશે અને અંતિમ વપરાશકારોએ સમાન ઉત્પાદનોની બમણી કિંમતના સ્વરૂપમાં ઈજારો ભોગવવો પડશે," ઠક્કરે ઉમેર્યું.
 

આ સમાચાર પણ વાંચો LICના IPOને મળેલા નબળા પ્રતિસાદને લઈને જેપી મોર્ગને કહી દીધી મોટી વાત-જાણો વિગત

UPI Changes: યુપીઆઇ (UPI) ટ્રાન્ઝેક્શનથી લઈને ટ્રેન ટિકિટ બુકિંગ અને પેન્શન સુધી, આજથી બદલાઈ ગયા આ નિયમો
Repo Rate: ટેરિફ ટેન્શન અને જીએસટી રિફોર્મની વચ્ચે રેપો રેટમાં નહીં બદલાવ, પરંતુ આરબીઆઇએ આ દર માં કર્યો વધારો
Gujarat PSUs 2025: ગુજરાતના જાહેર ક્ષેત્રના ‘રત્નો’નું નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનામાં શ્રેષ્ઠ પ્રદર્શન, સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા
US Tariffs: શું ખરેખર અમેરિકી ટેરિફની મારથી ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી થઇ શકે છે? આ અહેવાલમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો
Exit mobile version