Site icon

નૅશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રીડ્રેસલ કમિશનના આ ચુકાદાથી બિલ્ડરની મનમાની પર આવશે લગામ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 જુલાઈ 2021

Join Our WhatsApp Community

સોમવાર

ઘર ખરીદનારાને આપેલી મુદતમાં ઘર આપે નહીં ત્યાં સુધીનું વ્યાજ ચૂકવવા માટે  બિલ્ડર બંધાયેલો હોવાનું તાજેતરમાં જ નૅશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રીડ્રેસલ કમિશને આપેલા એક ચુકાદાથી સાબિત થયું હતું.

કૅમ્પ્સ કૉર્નરમાં રહેતા પરિવારે નાહુરમાં 1215 ચોરસ ફૂટનો ફ્લૅટ ખરીદ્યો હતો. એમાં બિલ્ડર તરફથી ફ્લૅટનો કબજો સોંપવામાં વિલંબ થઈ રહ્યો હતો. બિલ્ડરે બાંધકામ પૂરું કરીને માર્ચ 2016માં ફ્લૅટનો કબજો સોંપવાનો હતો, પણ તેને કમ્પિલશન સર્ટિફિકેટ જ 17 જુલાઈ 2019માં મળ્યું હતું.  એથી સંબંધિત પરિવારને ઘર મળવામાં વિલંબ થઈ રહ્યો હતો. તેણે 2.5 કરોડ રૂપિયાના ફ્લૅટ માટે 2.3 કરોડ રૂપિયા ચૂકવી દીધા હતા.

લ્યો બોલો! મુંબઈથી નાગપુર વચ્ચે બનતાં સમૃદ્ધિ હાઈવે પર હશે ૨૪ ટૉલ પ્લાઝા; જાણો વિગત

છેવટે આ પરિવારે  નૅશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રીડ્રેસલ કમિશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદને પગલે બિલ્ડરે એગ્રિમેન્ટ રદ કરી નાખ્યો હતો. બિલ્ડરને કારણે તેને ઘર મળવામાં વિલંબ થઈ રહ્યો હતો. તથા તેના પૈસા પણ અટવાઈ ગયા હતા. સુનાવણી દરમિયાન કમિશને એગ્રિમેન્ટ રદ કરવાના બિલ્ડરના કૃત્યને ખોટું ગણાવ્યું હતું. આગોતરી નોટિસ વગર બિલ્ડર એગ્રિમેન્ટ રદ કરી શકે નહીં એવું પણ કમિશને કહ્યું હતું. તેમ જ બિલ્ડરને ફ્લૅટનો કબજો સંબંધિતને સોંપવાની સાથે જ તેણે જેટલી રકમ ભરી છે એ પેટે 69 લાખ રૂપિયા વ્યાજના ચૂકવવાનો પણ નૅશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રીડ્રેસલ કમિશને આદેશ આપ્યો હતો. વ્યાજ પેટે જે રકમ ફૅમિલીને ચૂકવવાની હોય એ રકમ ફ્લૅટની બાકી રહેલી રકમમાં ઍડ્જસ્ટ કરવાની સગવડ  કમિશને જોકે બિલ્ડરને આપી હતી.

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version