ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,
શનિવાર,
દેશના ઈતિહાસના સૌથી મોટા આઈપીઓને લઈને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે.
આજે પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકે એલઆઈસીના આઈપીઓ માટે ઓટોમેટિક રુટ દ્વારા 20 ટકા એફડીઆઈને મંજૂરી આપી દીધી છે.
આ નિર્ણય દેશની સૌથી મોટી વીમા કંપનીની ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાના હેતુથી લેવામાં આવ્યો છે.
સરકારી બેન્કોમાં એફડીઆઈની લિમિટ 20 ટકા છે તેથી એલઆઈસી માટે 20 ટકાની લિમિટ રાખવામાં આવી છે.
20 ટકા એફડીઆઈની મંજૂરી મળતા વિદેશી રોકાણકારો માટે આ આઈપીઓમાં રોકાણ કરવાનો માર્ગ સરળ બન્યો છે
એટલે જ્યારે આ આઈપીઓ જાહેર થશે ત્યારે વિદેશીઓ પણ તેને ભરી શકશે, આનાથી આઈપીઓ હીટ થશે.