Site icon

Amazon Primeએ લોન્ચ કર્યો નવો વાર્ષિક સબ્સ્ક્રિપ્શન પ્લાન- જાણો સંપૂર્ણ વીગત

News Continuous Bureau | Mumbai

Amazon Primeએ સૌથી ઓછી કિંમત સાથે એક નવો વાર્ષિક સબ્સ્ક્રિપ્શન પ્લાન (New annual subscription plan) લૉન્ચ કર્યો છે. આ પ્લાનમાં Amazon Prime એક વર્ષ માટે 599 રૂપિયાની કિંમતે મેળવી શકાય છે. જો કે, આ સબસ્ક્રિપ્શન પ્લાન મોબાઈલ એડીશન (Mobile edition) માટે લોન્ચ કરવામાં આવ્યો છે. હકીકતમાં, Amazon ભારતમાં તેના પ્લેટફોર્મના વિકાસને વેગ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે, કારણ કે, તે નેટફ્લિક્સ (Netflix), વૂટ અને ડિઝની+ હોટસ્ટાર (Voot and Disney+ Hotstar) જેવી અન્ય સ્ટ્રીમિંગ સેવાઓ સાથે સ્પર્ધા કરવાનું ચાલુ રાખે છે.

Join Our WhatsApp Community

599 રૂપિયાના પ્લાનમાં મળશે આ ફાયદા 

Amazonના નવા રૂ. 599 પ્રાઇમ વિડિયો મોબાઇલ સબસ્ક્રિપ્શન પ્લાન (Mobile Subscription Plans) સાથે માત્ર સ્માર્ટફોન પર જ વીડિયો અને મૂવીઝનો આનંદ માણી શકો છો. યુઝર્સ ટીવી અને લેપટોપમાં પ્રાઇમ વીડિયો (Prime Video)  જોઈ શકશે નહીં. જો કે, નવા પ્લાન સાથે Amazon Prime કન્ટેન્ટ જેમ કે નવી મૂવીઝ, Amazon Originals, લાઇવ ક્રિકેટ (Live Cricket) અને તેના જેવા નવીનતમ કન્ટેન્ટ માટે ઍક્સેસિબલ હશે.

ત્યારે વપરાશકર્તાઓને ફક્ત સિંગલ સ્ક્રીન સપોર્ટ (Single screen support)  મળશે. એટલે કે, યુઝર્સ એક સમયે માત્ર એક જ ફોનમાં એમેઝોન પ્રાઇમમાં લોગ-ઇન કરી શકશે. નવા પ્લાન સાથે સાઇન અપ કરવા માટે, યુઝર્સ પ્રાઇમ વિડિયો એપ (એન્ડ્રોઇડ) અથવા વેબસાઇટનો ઉપયોગ કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : દેશમાં એક-બે નહીં પણ 40 હજાર કંપનીઓને લાગશે તાળા- કેન્દ્ર સરકારનો આ એક વાત પર પિત્તો ગયો અને લીધો મોટો નિર્ણય

પ્રાઇમ વિડિયો મોબાઇલ એડિશન

પ્રાઇમ વિડિયો મોબાઇલ સબ્સ્ક્રિપ્શન પ્લાન સાથે ગ્રાહકોને સ્ટાન્ડર્ડ ડેફિનેશન એટલે કે SD ગુણવત્તામાં વિડિયો સ્ટ્રીમિંગની સુવિધા મળે છે. એટલે કે, ગ્રાહકો માત્ર 480p ગુણવત્તા સુધીના વીડિયો જ જોઈ શકશે. ત્યારે આ પ્લાન સાથે ગ્રાહકોએ જાહેરાતો પણ જોવી પડે છે. 

જણાવી દઈએ કે, પ્રાઇમ વિડિયો મોબાઇલ એડિશન સૌપ્રથમ ગત વર્ષે રજૂ કરવામાં આવ્યું હતું. ઓછા ખર્ચે પ્લેટફોર્મને વધુ લોકો સુધી લઈ જવા અને વ્યુઅરશિપ વધારવા માટે મોબાઈલ એડિશન લાવવામાં આવી છે.

પ્રાઇમ વિડિયો ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ ગૌરવ ગાંધીએ જણાવ્યું હતું કે, ગત 6 વર્ષમાં અમે ભારતમાં પ્રાઇમ વીડિયોમાં જોરદાર વૃદ્ધિ જોઈ છે. દેશના 99 % પિન કોડ વ્યૂઅરશિપ સાથે પ્રીમિયમ કન્ટેન્ટ માટે પ્રાઇમ વિડિયો સર્વિસ પસંદગીનું પ્લેટફોર્મ બની ગયું છે. અમે સમગ્ર દેશમાં ઉચ્ચ ગુણવત્તાવાળા મનોરંજનને વધુ સુલભ બનાવવાના અમારા મિશન દ્વારા સંચાલિત પ્રાઇમ વિડિયો મોબાઇલ એડિશનની વાર્ષિક યોજના શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ.

તેમણે કહ્યું, જ્યારે અમે મોબાઇલ એડિશનને ગત વર્ષે એક ટેલિકોમ એસોસિએશનના માધ્યમથી લોન્ચ કર્યું હતું, ત્યારે સમગ્રવિશ્વમાં આ પ્રથમ ઇનોવેશનને ભારતીય વપરાશકર્તાઓ તરફથી અવિશ્વસનીય પ્રતિસાદ મળ્યો હતો, અને તે સફળતાના આધારે અમે તેની પહોંચને વિસ્તારી રહ્યા છીએ, હવે તેને પ્રાઈમ વીડીયોના એપ અને વેબસાઈટના માધ્યમથી સીધા સબ્સ્ક્રિપ્શન માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : દેશમાં 10 લાખ જેટલા રેશનકાર્ડ રદ થશે- ક્યાંક તમારો તો નંબર નહીં લાગે ને- જાણો અહીં

Gold Price Today: રોકાણકારો માલામાલ, ખરીદદારો બેહાલ! સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ; ૨૬ જાન્યુઆરીએ ચાંદીમાં પણ જોવા મળ્યો મોટો ઉછાળો
US-India Trade Deal Controversy: વ્હાઇટ હાઉસમાં ભારત વિરુદ્ધ ગેમ પ્લાન? ઓડિયો ક્લિપ લીક થતા ખળભળાટ; જાણો કોણે અને કેમ અટકાવી ભારત-યુએસ ટ્રેડ ડીલ
Petrol-Diesel Price Today:૨૬ જાન્યુઆરીએ પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું કે મોંઘું? પ્રજાસત્તાક પર્વે તેલ કંપનીઓએ જાહેર કર્યા નવા ભાવ; જાણો તમારા શહેરની સ્થિતિ
Republic Day 2026: આકાશી આફતથી લઈને જમીની હુમલા સુધી ભારત સજ્જ: દિલ્હીમાં લોખંડી બંદોબસ્ત; ચિલ્લા બોર્ડર પર દરેક વાહનનું થશે ચેકિંગ.
Exit mobile version