News Continuous Bureau | Mumbai
વધતા CNGના દરને કારણે રિક્ષાના ભાડામાં(rickshaw fare) વધારા સહિત અન્ય અનેક પેન્ડિંગ ડીમાન્ડ(pending demand) સાથે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં(Maharashtra) રિક્ષા-ટેક્સીવાળા(Rickshaw-taxi Drivers) પહેલી ઓગસ્ટથી બેમુદત હડતાળ(Strike) પર ઉતરી જવાના છે. આ બંધમાં લગભગ અઢી લાખ લોકો જોડાવાના છે.
CNGના દરમાં મોટો વધારો થયો હોવાથી રીક્ષા અને ટેક્સીવાળાને નુકસાન થઈ રહ્યું છે ઈંધણના દર(Fuel rate) વધારા સાથે ઓટોરીક્ષા(Auto rickshaw) અને ટેક્સીના ભાડા(Taxi Price) વધારા સામે દુર્લક્ષ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં સીએનજીના દરમાં(CNG Price) કિલો પાછળ સરેરાશ 28 રૂપિયાનો વધારો થયો છે. તેથી ભાડામાં વધારો કરવાની માગણી યુનિયને કરી છે.
આ સમાચાર પણ વાંચો : થઈ જાઓ વિમાન યાત્રા માટે તૈયાર- આ એરલાઈન્સ એક સીટ સિલેક્શન અને ભોજન મફત આપી રહી છે
મુંબઈ ટેક્સીમેન યુનિયન લીડર(Taxi union leader) અલ ક્વોડ્રોસે(Al Quadros) ન્યુઝ કન્ટીન્યુઝને(News continuous) જણાવ્યું હતું કે ઇંધણના ભાવમાં વધારો થવાથી ભાડામા વધારો કરવો જોઈએ. રીક્ષા-ટેકસીવાળાને નુકસાન થઈ રહ્યું છે. તેથી ટેક્સીના ભાડામાં દસ રૂપિયાનો વધારો કરવાની માગણી કરી છે. તેથી મિનિમમ ભાડું 25 રૂપિયાથી વધીને 35 રૂપિયા કરવાની માગણી કરી છે. તો રિક્ષાના ભાડામાં ચાર રૂપિયાનો વધારો કરવાની માગણી કરી છે. તેથી મિનિમમ ભાડું 21 રૂપિયાથી વધીને 25 રૂપિયા કરવા એવી અમારી માગણી છે. આ માગણીના સંદર્ભમાં તેમ જ અન્ય પેન્ડિગ માંગણીઓ માટે પહેલી ઓગસ્ટથી બેમુદત હડતાળ પર ઉતરી જવાના છીએ.
