Site icon News Continuous Bureau | Mumbai

ભર્યો નથી પ્રૉપર્ટી ટૅક્સ એટલે લિલામ થશે હેલિકૉપ્ટર, પાલિકાનું કડક વલણ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27, સપ્ટેમ્બર  2021

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈ મહાનગરપાલિકાએ બાકી રહેલો પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરવા માટે ખાનગી કંપનીનાં જપ્ત કરેલાં બે હેલિકૉપ્ટરની લિલામી કરવાનો નિર્ણય લીધો છે. હેલિકૉપ્ટરની લિલામી કરવા અગાઉ જોકે એનું મૂલ્યાંકન નક્કી કરવા માટે નિષ્ણાતની નિમણૂક કરવામાં આવવાની છે. એ માટે ટેન્ડર બહાર પાડવામાં આવવાનાં છે.

સતત બીજી વખત ફોરેક્સ રીઝર્વમાં ઘટાડો, આ સપ્તાહે વિદેશી હૂંડિયામણ આટલા અબજ ડોલર રહ્યું; જાણો વિગતે 

પ્રૉપર્ટી ટૅક્સ નહીં ભરનારા લોકોની પ્રૉપર્ટી  પાલિકાએ જપ્ત કરી છે. અત્યાર સુધી 11,000થી વધુ પ્રૉપર્ટી ટૅક્સ પાલિકાએ જપ્ત કરી છે. એમાં ખાનગી કંપનીનાં બે હેલિકૉપ્ટર જપ્ત કરવામાં આવ્યાં છે. આ કંપનીએ પાલિકાનો 1.95 કરોડ રૂપિયાનો ટૅક્સ ચૂકવ્યો નથી. કોરોના મહામારીમાં લિલામીની પ્રક્રિયા થઈ શકી નહોતી. એટલે હવે પાલિકાએ પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. પાલિકાની આવકનો મુખ્ય સ્રોત જકાત હતી. જકાત બંધ કરીને સરકારે જીએસટી અમલમાં મૂક્યો છે. એથી પાલિકાની આવકને મોટો ફટકો પડ્યો હતો. હવે પાલિકા મહેસૂલ માટે પ્રૉપર્ટી ટૅક્સ પર આધાર રાખે છે. એવામાં છેલ્લાં થોડાં વર્ષોથી અનેક લોકોએ કરોડો રૂપિયાનો પ્રૉપર્ટી ટૅક્સ ભર્યો નથી. એથી પાલિકા આવા ડિફૉલ્ટરોને નોટિસ મોકલે છે. વારંવારની નોટિસ બાદ પણ ટૅક્સ નહીં ચૂકવાનારાઓની મિલકત જપ્ત કરે છે. ત્યાર બાદ ફરી નોટિસ પછી પણ ટૅક્સ નહીં ભરનારા લોકોની મિલકતની લિલામી કરે છે.

Offline UPI Payments Flights Trains ઇન્ટરનેટ વગર થશે UPI પેમેન્ટ, NPCI વિકસાવી રહ્યું છે ‘TaptoPay’ ઓફલાઇન ટેકનોલોજી
Service charge ગ્રાહકોની સહમતિ વગર બિલમાં ‘સર્વિસ ચાર્જ’ વસૂલવો પડશે મોંઘો, સીસીપીએ એ ચાયોસ અને બાર્બેક્યુ નેશન સહિત 41 રેસ્ટોરન્ટ્સ પર ફટકાર્યો દંડ,
Luxury life net worth India અમીરોની યાદીમાં સામેલ થવા અને શાહી જીવનશૈલી જીવવા કેટલા નાણાં છે જરૂરી? જાણો શું કહે છે રિપોર્ટ
Post Office PPF Formula પોસ્ટ ઓફિસની સુપરહિટ ફોર્મ્યુલા, આ સ્કીમમાં રોકાણ કરીને બની શકો છો કરોડપતિ, જાણો વ્યાજ દર અને ટેક્સ સેવિંગ ગણિત
Exit mobile version